દેવભૂમિ દ્વારકા જિલ્લાના વિવિધ મંડળોનાં હોદ્દેદારોની નિમણુંક કરાઈ

દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાજપના વિવિધ તાલુકાઓના મંડળના હોદ્દેદારોની વરણી અંગેની વિધિવત જાહેરાત જિલ્લા ભાજપ પ્રમુખ દ્વારા ગઈકાલે બુધવારે સાંજે કરવામાં આવી છે. ભારતીય જનતા પાર્ટીના ગુજરાત પ્રદેશની સૂચના મુજબ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કાર્યરત દસ મંડળોના છ નગરપાલિકા તથા ચાર તાલુકાના પ્રમુખ, ઉપપ્રમુખ, મહામંત્રી સહિતના હોદ્દેદારોની વરણી જિલ્લા ભાજપ પ્રમુખ કાળુભાઈ ચાવડા દ્વારા કરાઈ છે. આ વરણી માટે જિલ્લાના પ્રભારી અને પૂર્વ ધારાસભ્ય કીરીટસિંહ રાણા, જિલ્લા સંગઠનના સહ પ્રભારી પ્રદિપભાઈ ખીમાણી તથા પ્રદેશ નિયુક્ત જિલ્લા સંરચના અધિકારી અને રાજકોટના પૂર્વ મેયર જૈમિનભાઈ ઉપાધ્યાય સાથે સંકલન સાધીને કરાયેલી આ જાહેરાત બાદ નવા વરાયેલા હોદેદારોને જિલ્લા સાંસદ પૂનમબેન માડમ, ગ્રામ ગૃહ નિર્માણ નિર્માણ બોર્ડના ચેરમેન મુળુભાઈ બેરા, ગ્રીમકોના ચેરમેન મેઘજીભાઈ કણજારીયા, દ્વારકાના પૂર્વ ધારાસભ્ય પબુભા માણેક સહિતના આગેવાનોએ આવકારી, નવા હોદ્દેદારોને શુભેચ્છાઓ પાઠવી હતી.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!