દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય મથક ખંભાળિયા ભારતીય જનતા પાર્ટીના વિવિધ હોદ્દેદારોની વરણી કરવામાં આવી છે. ખંભાળિયા ભાજપના સ્થાનિક હોદેદારોની અગાઉ બાકી રહેલી નિમણુંક બાદ જિલ્લા ભાજપ પ્રમુખ કાળુભાઈ ચાવડા દ્વારા બાકી રહેલા હોદેદારોની વિધિવત્ જાહેરાત ગઈકાલે બુધવારે કરવામાં આવી છે. ખંભાળિયામાં ભાજપના હોદ્દેદારોમાં શહેર ભાજપના ઉપપ્રમુખ તરીકે ધીરૂભાઈ ટાકોદરા, કારૂભાઈ માવદિયા, મુકેશભાઈ કાનાણી, હસમુખભાઈ ધોળકિયા, ઈલાબેન ભટ્ટ, ભારતીબેન ધ્રુવ ઉપરાંત મંત્રી તરીકે જયેશભાઈ કણજારીયા અને ભવ્યભાઈ ગોકાણી, રેખાબેન ઝિલ્કા, નીતાબેન ધોરિયા, ગીતાબેન ડોરૂ, નીકુંજભાઈ વ્યાસ અને કોષાધ્યક્ષ તરીકે રાજીવભાઈ ભુંડિયાની વરણી કરવામાં આવી છે. નવા વરાયેલા આ હોદ્દેદારોને દેવભૂમિ દ્વારકા જિલ્લા ભાજપ પ્રમુખ કાળુભાઈ ચાવડા, જિલ્લા પંચાયત પ્રમુખ પી.એસ.જાડેજા, જિલ્લા મહામંત્રી દિનેશભાઈ દત્તાણી, યુવરાજસિંહ વાઢેર, જે.કે કણજારીયા, વિરપાળભાઈ ગઢવી સાથે ખંભાળિયા શહેર ભાજપ પ્રમુખ અનિલભાઈ તન્ના, મહામંત્રી ઈન્દ્રજીતસિંહ પરમાર, જીગ્નેશ પરમાર તાલુકા ભાજપ પ્રમુખ કિશોરસિંહ જાડેજા, મહામંત્રી કાનભાઈ કરમુર, રવજીભાઇ નકુમ વિગેરેએ નવા વરાયેલા હોદ્દેદારોની નિમણુંકને આવકારી છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews