જૂનાગઢ સિવીલ હોસ્પીટલમાં દોઢ દાયકા અગાઉ નરેન્દ્ર મોદીનાં નિર્દેશનથી તથા પૂર્વ આરોગ્ય મંત્ર આઈ.કે. જાડેજાનાં માર્ગદર્શન હેઠળ રોગી કલ્યાણ સમીતીમાં ડો. જગદીશ દવેની નિમણુંક થયેલ ત્યારથી સમીતીની મીટીંગોમાં સિવીલ હોસ્પીટલને લોકાભિમુખ બનાવવા ડો. જગદીશ દવે દ્વારા હકારાત્મક સુચનો સતત કરવામાં આવ્યા છે. હાલમાં સિવીલ હોસ્પીટલમાં કોરોના મહામારીમાં જુનીયર તબીબો તથા પદાધિકારીઓ વચ્ચે મતભેદોને કારણે હોસ્પીટલની સેવાઓ ખોરંભે પડી છે ત્યારે જુનીયર તબીબોની માંગણી પ્રત્યે હકારાત્મક અભીગમ દાખવવામાં આવે તેમજ તમામ શકિત કોરોના દર્દીઓની સેવા માટે સંતુલીત થાય તેવી લાગણી વ્યકત કરી હતી. અંતમાં વહીવટી ક્ષેત્રે (આરોગ્ય) અનુભવી ડો. જગદીશ દવેની રોજીંદી સુપરવીઝનની કમીટીમાં સેવાઓ લેવાય તેવી લોકમાંગણી ઉઠવા પામી છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews