જૂનાગઢની સિવીલ હોસ્પીટલમાં જુનીયર તબીબોના પ્રશ્નો હલ કરવા જિલ્લા કક્ષાની સમિતી રચાઈ

0

જૂનાગઢ સિવીલ હોસ્પીટલમાં ફરજ બજાવતા વગદાર તબીબોની સતત ગેરહાજરી, જુનીયર તબીબો ઉપર વધતું ભારણ, ફરજના લિસ્ટમાં સિવીલ હોસ્પીટલના અધિકારીઓના ઢાંકપિછોડા અને જમવા, નાસ્તા તથા આરોગ્યલક્ષી પ્રશ્નોને લઈને સ્થાનિક લેવલે જુનીયર ઈન્ટર તબીબોએ અનેકવાર રજુઆતો કરી હોવા છતાં જૂનાગઢ હોસ્પીટલ તંત્રનાં અધિકારીઓ રજુઆતને ધ્યાને ન લેતા હોવાથી ૧૬૦ જેટલા જુનીયર અને ઈન્ટર તબીબોએ વિજળીક હડતાળ પાડી હતી. હડતાળને લઈને જૂનાગઢ સ્થાનીક જીલ્લા પ્રશાસન સામે અનેક સવાલો ઉભા થયા હોય કોરોના નિયંત્રણ માટે જૂનાગઢ જિલ્લામાં મુકાયેલા સચિવ મનીષ ભારદ્વાજ સાથે જુનીયર તબીબોએ બેઠક યોજીને સમગ્ર રજુઆત કરી હતી. બેઠકમાં કલેકટર, ડીડીઓ, એડી. કલેકટર, ડીન, સિવીલ સુપ્રિન્ટેન્ડેન્ટ, નોડલ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. બેઠકના અંતે સચિવ મનીષ ભારદ્વાજ દ્વારા તબીબોના પ્રશ્નોના નિરાકરણ માટે અને અન્ય સુપરવિઝન માટે જિલ્લા કક્ષાની સમિતિની રચના કરવામાં આવી છે.
આ સમિતિમાં એચઆર, મેનેજમેન્ટ, એકોમોડેશન ફેસેલીટી, દવાનો જથ્થો, સફાઈ કામગીરી, સિકયુરીટી વગેરે કામગીરી માટે એડી. કલેકટર રાજેન્દ્રસિંહ જાડેજા(જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક)ને જવાબદારી સોંપાઈ છે. તેમની સાથે સભ્ય તરીકે નાયબ જિલ્લા વિકાસ અધિકારી(વિકાસ) જિલ્લા પંચાયત જૂનાગઢ અને જૂનાગઢ મહાનગરપાલિકાના ચીફ ઓડીટર ઓફિસરની નિમણુંક કરવામાં આવી છે. હવેથી તેઓ દરરોજ દિવસમાં બે વાર જૂનાગઢ સિવીલ હોસ્પીટલની મુલાકાત લઈને સિવીલ હોસ્પીટલમાં ફરજ બજાવતા તમામ સ્ટાફનું નિરીક્ષણ કરશે અને દરરોજ રાજય સરકારને રિપોર્ટ આપશે. તેમ છતાં પણ આજે નકકી થયા મુજબ કેટલું પાલન થાય છે અને સુધારો આવે છે તે જાેયા બાદ હડતાળ પરત ખેંચવાનું નક્કી કરાયું છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!