ખાનગી શાળાઓએ ઓનલાઈન શિક્ષણ બંધ કર્યાના ૨૪ કલાકમાં સરકાર એક્શનમાં આવી ગઈ હતી. રાજ્યના શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ ત્યારબાદ જાહેરાત કરી હતી કે હવે ખાનગી શાળાઓના બદલે રાજ્ય સરકાર ઓનલાઈન શિક્ષણ આપશે. ઓનલાઈન શિક્ષણ આપવા માટે સમિતિની રચના કરાઈ છે. અંગ્રેજી માધ્યમના વિદ્યાર્થીઓને પણ સરકાર શિક્ષણ આપશે. આ અંગે શિક્ષણમંત્રી દ્વારા સૂચના કરવામાં આવી છે. પરંતુ તેના ઉપર કંઈક અલગ પરિસ્થિતિ જોવા મળી રહી છે. રાજ્યના સૌથી સંવેદનશીલ સવાલ ઉપર સરકાર મૌન બની ગઈ છે. ગઈકાલે રાજ્ય સરકારને જ્યારે ઓનલાઈન શિક્ષણ ક્યારે શરૂ થશે ? આ સવાલ પુછવામાં આવ્યો હતો. ત્યારે શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ મૌન સેવ્યું હતું. ફી મુદ્દે જ્યારે સવાલ કરાયો ત્યારે તો રીતસર ભુપેન્દ્રસિંહ ચુડાસમા ત્યાંથી રવાના થઈ ગયા છે. સરકારના મંત્રીઓના આવા દીદાર જોતા વિદ્યાર્થીઓના ઓનલાઈન શિક્ષણ ઉપર હાલ બ્રેક લાગી ગઈ છે. અત્રે ઉલ્લેખનીય છે કે, કોરોના મહામારીમાં વાલીઓ અને વિદ્યાર્થીઓને બાનમાં લેવામાં આવી રહ્યા છે. મહામારીમાં શાળા સંચાલકો ઓનલાઈન ભણતરના નામે વાલીઓ પાસેથી ફી ઉઘરાવતી હતી, પરંતુ હાઈકોર્ટે આદેશ કર્યા છે કે શાળા શરૂ ન થાય ત્યાં સુધી શાળા સંચાલકો ફી નહી લઇ શકે. આ જાહેરાત બાદ ખાનગી શાળાઓએ ઓનલાઈન શિક્ષણ બંધ કરી દીધું છે. ત્યારે હવે ઓનલાઇન શિક્ષણ મુદ્દે રાજ્ય સરકારે હાઇકોર્ટમાં રજૂઆત કરી હતી. પરંતુ આજે પરિસ્થિતિ કંઈક અલગ વિચિત્ર છે. રાજ્ય સરકારે ગુજરાત હાઇકોર્ટમાં રજૂઆત કરી હતી કે કેન્દ્રીય વિભાગોની માર્ગદર્શિકાને સરકાર અનુસરશે. શાળાઓ ચાલુ ન થાય ત્યાં સુધી કોઈપણ શાળાઓ ફી લઇ શકશે નહીં. પ્રાઇમરીમાં નાના બાળકો માટે રિશેષ સાથેના બે શેસન રાખવા તાકીદ કરવામાં આવી છે. જ્યારે માધ્યમિક માટે રિશેષ સાથેના ચાર શેસન રાખવા તાકીદ કરાઇ છે. શાળાઓએ પ્રીરેકોર્ડેડ મટીરીયલ મોકલવાનું રહેશે. ૩૦થી ૬૦ મિનિટ બાદ રીશેષ રાખવી ફરજિયાત રહેશે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews