ગુજરાતમાં ચા બની કડવી, ભાવમાં કિલોએ રૂા.૧૦૦ થી ૧૫૦નો વધારો

0

પ્રવર્તમાન પરિસ્થિતિમાં ચા બજારમાં ભાવો ખૂબ જ ઉંચા જઇ રહ્યા છે ચાનું નવું ઉત્પાદન સમયમાં કોવિડ-૧૯ને લઇને સમગ્ર દેશમાં લોકડાઉન થયેલ, માર્ચ-એપ્રિલમાં નવી ચાની શરૂઆત થતી હોય લોકડાઉનને લઇને ચા ઉત્પાદન ઉપર ખૂબ ગંભીર અસર જોવા મળી છે. ઓછા ઉત્પાદનને લઇને ચા ઉત્પાદકોની હાલત ખૂબ કફોડી બની છે. ગત વર્ષ ૨૦૧૯ની સરખામણીમાં આ વર્ષે ૨૦૨૦માં ચાનું ઉત્પાદન લગભગ ૧૭૦ મિલીયન કિલો ઓછું થયેલ છે. આવી પરિસ્થિતિમાં ચાના ભાવમાં એવરેજ રૂા.૧૦૦ થી ૧૫૦ રૂપિયા સુધીનો ભાવ વધારો જોવા મળેલ છે. હાલમાં પશ્ચિમ બંગાળ, સીલીગુડીમાં ગાર્ડનના ભાવની એવરેજ રૂા.૨૪૦ થી લઇને રૂા.૩૫૦ સુધી અને બોટલીફ ફેક્ટરીના ભાવની એવરેજ રૂા.૧૮૦ થી લઇને રૂા.૨૪૦ સુધી છે. તેવી જ રીતે આસામ ગાર્ડનના ભાવ રૂા.૨૮૦ થી લઇને રૂા.૫૦૦ સુધી તેમજ બોટલીફ ફેક્ટરીના ભાવ રૂા.૧૯૦ થી રૂા.૨૪૦ સુધીના છે. કચાર એરીયામાં પણ ગાર્ડનના ભાવ રૂા.૨૦૦ થી ૨૬૦ સુધી તેમજ બોટલીફ ફેક્ટરીના ભાવો રૂા.૧૮૦ થી રૂા.૨૩૦ સુધીના છે. જી.ટી.ટી.એ.ના પ્રમુખ દિનેશભાઇ કારીયાએ વધુમાં જણાવતા કહ્યું હતું કે આ ઉપરાંત પ્રતિકુળ હવામાન અને આબોહવાની વિપરીત અસર જોવા મળી છે. આસામ અને પશ્ચિમ બંગાળમાં ખૂબ વરસાદને લઇને પુરની ગંભીર પરિસ્થિીતને લઇ ચા બગીચામાં ખૂબ પાણી ભરાયેલ છે. જેની સીધી અસર ઉત્પાદન ઉપર જોવા મળી રહી છે. ઓછા ઉત્પાદનને લીધે ચાની ક્વોલીટી ખૂબ સારી બનતી હોવાથી એકસપોર્ટની ડીમાન્ડ પણ ખૂબ સારી છે. આવનાર સમય જુલાઈ, ઓગસ્ટ અને સપ્ટેમ્બર મહિનામાં ખૂબ ઉંચી ગુણવતાવાળી ચાનું ઉત્પાદન થતું હોય ભારતના મોટાથી લઇ નાના પેકેટર્સ સ્ટોક માટેની ચા ખરીદતા હોય હજુ પણ આવનાર સમયમાં ચાના ભાવોનો વધુ ભાવ વધારો જોવાઈ રહ્યો છે તેવું ચા વિશેષકોનું માનવું છે. ઉપરોકત બધી જ પરિસ્થિતિને લઇને ચા બજાર ખૂબ સારી છે અને રહેશે તેવું ચોક્કસ છે. ગત મહિનામાં કલકતા વેરહાઉસમાં ચાનો જથ્થો રહે છે ત્યાં વાવાઝોડાની અસર પણ જોવા મળેલ છે તેને લઇ પણ ખૂબ જ નુકસાન થયેલ છે અને ભારતના મોટા બ્લેન્ડરો, હિન્દુસ્તાન લીવર, ટાટા ટી વગેરે દરેક નાના મોટા પેકેટર્સની સારી ડીમાન્ડને લઇને ભાવ વધારો જોવા મળેલ છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!