જૂનાગઢ રેન્જનાં પોલીસ મહાનિરીક્ષક મનીન્દરસિંહ પવારની સુચના તેમજ જૂનાગઢ જીલ્લા પોલીસ વડા સૌરભસિંઘનાં માર્ગદર્શન હેઠળ ક્રાઈમ બ્રાંચનાં ઈન્ચાર્જ પોલીસ ઈન્સ્પેકટર આર. કે. ગોહિલ અને સ્ટાફે ચોકકસ બાતમીનાં આધારે રાજુભાઈ વેજાણંદભાઈ ભેટારીયાનાં મધુરમ સુદામાપાર્કમાં આવેલ કબ્જા ભોગવટાનાં બંધ મકાનમાં બહારથી માણસો બોલાવી જુગાર રમાડતા હોવાની અને નાલ ઉઘરાવતા હોવાની ચોકકસ બાતમીનાં આધારે પોલીસે રેડ કરતા રાજુભાઈ વેજાણંદભાઈ ભેટારીયા, રામશીભાઈ નારણભાઈ ચાંડેરા, રમેશભાઈ મેણસીભાઈ ભેટારીયા, યોગેશભાઈ રામભાઈ લાવડીયા, પરબતભાઈ રામભાઈ પીઠીયા, કીશોરભાઈ ઈશ્વરભાઈ દેવમૂરારી વગેરેને ઝડપી લઈ રોકડ રૂા.રપ,૧ર૦, નાલનાં રૂા. ૭૦૦ મોબાઈલ મળી કુલ રૂા. પ૦,૮ર૦નો મુદામાલ ઝડપી લઈ તેમના વિરૂધ્ધ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews