સૌરાષ્ટ્ર પંથકમાં ઠેર-ઠેર જુગાર દરોડા

વિસાવદર પોલીસ સ્ટેશનનાં પોલીસ કોન્સ્ટેબલ હેમંતભાઈ ઉકાભાઈ અને સ્ટાફે જાંબુડી ગામે જુગાર અંગે દરોડો પાડતાં પ શખ્સોને કુલ રૂા.૪૭૧૦નાં મુદ્દામાલ સાથે ઝડપી લીધેલ છે. તેમજ માણાવદર પોલીસ સ્ટેશનનાં પોલીસ કોન્સ્ટેબલ વિપુલભાઈ રમેશભાઈ અને સ્ટાફે ચોક્કસ બાતમીનાં આધારે સરદારગઢ નજીક જુગાર રમતાં ૩ શખ્સોને ઝડપી લઈ તેમની પાસેથી રૂા.૮ર૦૦નો મુદ્દામાલ કબ્જે કરેલ છે. જ્યારે શીલ પોલીસ સ્ટેશનનાં મેરામણભાઈ રામાભાઈ અને સ્ટાફે મેજડી ગામ ખાતે તળાવની પારે જુગાર રમતાં ૧ શખ્સને કુલ રૂા.ર૭૮૦નાં મુદ્દામાલ સાથે ઝડપી લઈ નાશી જનાર ર શખ્સોને ઝડપી લેવા ચક્રો ગતિમાન કરેલ છે. જ્યારે અન્ય એક દરોડામાં ચોરવાડ પોલીસ સ્ટેશનનાં એએસઆઈ ડી.વી.સોલંકી અને સ્ટાફે સમઢીયાળા ગામે જુગાર અંગે દરોડો પાડતાં જાહેરમાં જુગાર રમતાં પ શખ્સોને કુલ રૂા.૧પપ૦નાં મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા. જ્યારે ચોરવાડનાં હાડી દલીતવાસ ખાતે જુગાર રમતાં ૪ શખ્સોને રૂા.૧૧ર૦૦નાં મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા. તેમજ ચોરવાડ ખાતે માતાજીનાં મંદિરની સામેની સોસાયટીમાં ચોરવાડનાં એએસઆઈ પી.જે.ડાભી અને સ્ટાફે જુગાર અંગે દરોડો પાડતાં ૭ શખ્સોને કુલ રૂા.૧૮૧૯૦નાં મુદ્દામાલ સાથે ઝડપી લઈ તમામ શખ્સો વિરૂધ્ધ જુગારધારા કલમ અંતર્ગત ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!