જૂનાગઢમાં બેંક એકાઉન્ટમાંથી રૂા.૩ લાખ ઉપાડી છેતરપિંડી કરતાં ફરીયાદ

જૂનાગઢનાં દોલતપરા વિસ્તારમાં અરવિંદ પાર્ક સોસાયટી ખાતે રહેતાં શ્રેયાબેન ભરતભાઈ વ્યાસએ આ કામનાં આરોપી મો.નં.૭૪૫૦૯ ૦૫૧૭૦ ઉપરથી વાત કરનાર અજાણ્યા શખ્સ વિરૂધ્ધ એવા મતલબની ફરીયાદ નોંધાવી છે કે આ કામનાં ફરીયાદીનું જૂનાગઢના ઝાંઝરડા રોડ ઉપર આવેલ એકસીસ બેંકમાં એકાઉન્ટ આવેલું છે. તેમાંથી આ કામનાં આરોપી અજાણ્યા શખ્સે કોઈપણ રીતે કોમ્પ્યુટર સ્ત્રોત દ્વારા પ્રથમ રૂા.ર લાખ તથા બીજી વખત ૧.૩ લાખ અને ત્રીજી વખત ૯૦૦ મળી કુલ રૂા.૩,૦૩,૯૦૦ ઉપાડી લેતાં પોલીસે આ બનાવ અંગે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!