વૈશ્વિક મહામારી કોરોનાનો કેર દિન-પ્રતિદિન વધી રહ્યો છે. ગુજરાતમાં પણ પરિસ્થિતિ વધુ વિકટ બની રહી છે. કોરોના અને લોકડાઉનને પરિણામે રાજયની સ્કૂલો માર્ચ મહિનાથી બંધ છે. જેનાં કારણે ૧.પ૦ કરોડથી વધુ વિદ્યાર્થીઓનું ભણતર અટકી ગયું છે. ત્યારે આગામી સમયમાં શાળાઓ શરૂ કરવામાં આવે તો અભ્યાસક્રમ કેટલો રાખવો તેની મથામણ શરૂ કરવામાં આવી છે. ગાંધીનગર ખાતે ગુજરાતનાં માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડનાં અધિકારીઓની બેઠકમાં શાળાાઓ ફરીથી ખોલવાા અંગે ત્રણ અલગ-અલગ વિકલ્પ મુદ્દે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. આમાનાં એક વિકલ્પ જાે સપ્ટેમ્બરમાં શાળાઓ ફરીથી ખોલવાની હોય તો શૈક્ષણિક કેલેન્ડર અને અભ્યાસક્રમ આયોજન એ મુજબ કરવું પડે આનાથી અભ્યાસક્રમ ર૦ ટકાનો ઘટાડો જાેવા મળી શકે છે. જાે ઓકટબરમાં શાળાઓ ફરીથી ખોલવાની હોય તો અભ્યાસક્રમમાં ૩૦ ટકાનો ઘટાડો કરવો પડશે. જયારે ત્રીજા વિકલ્પ મુજબ જાે નવેમ્બરમાં શાળાઓ ફરીથી ખોલવાની હોય તો તે સમયે અભ્યાસક્રમમાં ૪૦ ટકાનો ઘટાડો કરવો પડશે. વળી જાે ગુજરાતમાં સ્કૂલો ૧૪ નવેમ્બરનાં રોજ દિવાળીનાં તહેવાર પહેલા ખુલશે તો મિડ-ટર્મ વેકેશનમાં પણ કાપ મુકવો પડશે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews