ગુજરાત રાજયના આદિવાસી સમાજના ભાજપના એક સાંસદ અને બીટીપીના ધારાસભ્ય સામ સામે આવી જતાં એકબીજા ઉપર આક્ષેપોનો મારો ચલાવેલ છે. સરકારી જમીનો ઉપર ધારાસભ્ય છોટુ વસાવાએ ગેરકાયદે દબાણ કર્યાનો આક્ષેપ ભાજપ સાંસદ મનસુખ વસાવાએ કરતાં તેના જવાબમાં ઝઘડીયામાં ગૌચરની ૭૦૦ એકર જમીનમાં થયેલ દબાણ મુદ્દે છોટુ વસાવાએ મનસુખ વસાવા ઉપર પ્રહારો કર્યા હતા. ભરૂચ લોકસભા બેઠકના સાંસદ મનસુખ વસાવા અને ભારતીય ટ્રાયબલ પાર્ટી (બીટીપી)ના ધારાસભ્ય છોટુ વસાવા સામસામે આવી ગયા છે. સાંસદ મનસુખ વસાવાએ ઝઘડીયાના વાલીયા અને નેત્રંગની સરકરી જમીનો ઉપર છોટુ વસાવાએ દબાણ કર્યાનો આક્ષેપ લગાવી સંદર્ભ આવેદનપત્ર આપ્યું હતું. મનસુખ વસાવાએ આરોપ લગાવ્યા હતા કે, ૧૦૦ એક જમીન ઉપર છોટુ વસાવા અને તેના પરિવારે ગેરકાયદેસર રીતે દબાણ કર્યું છે. જેના જવાબમાં છોટુ વસાવાએ કહ્યું હતું કે, અમે લોકોના કામ કરીએ છીએ. પાંચમી અનુસુચિની વાતો કરીએ છીએ તેમજ બીટીપીની લોકપ્રિયતા વધી રહી છે એટલે જે લોકોને ડર લાગે છે તે મનસુખ વસાવાને ઉશ્કેરી અમારી વિરૂધ્ધ આવેદનપત્ર અપાવે છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews