જૂનાગઢ શહેરની મધ્યમાં આવેલી તુલજા ભવાની (લાયન્સ) હોસ્પીટલને કોવિડ-૧૯ સેન્ટર તરીકે નહી રાખવાની માંગણી વોર્ડ નં.૧૧નાં કોર્પોરેટર શશીકાંતભાઈ ભીમાણી, મહેન્દ્રભાઈ મશરૂ, પલ્લવીબેન ઠાકર અને ભાવનાબેન હીરપરાએ માંગણી કરી છે. જૂનાગઢ જીલ્લા કલેકટરશ્રી તેમજ કમિશ્નરશ્રીને પાઠવેલા પત્રમાં રજુઆત કરતા જણાવેલ છે કે તુલજા ભવાની હોસ્પીટલ શહેરની મધ્મમાં અને ગીચ વિસ્તારમાં આવેલી છે.
અહીં ૧૦૦ ટકા રેસીડેન્શીયલ એરીયા છે તેમજ પોલીસ હેડકવાર્ટર નજીક આવેલ છે તેમજ આ હોસ્પીટલનું ગટરનું ગટરનું પાણી બાજુમાંથી પસાર થતાં વોંકળામાં જાય છે અને જે વોંકળો નરસિંહ મહેતા સરોવરમાં ભળે છે જેથી સમગ્ર વિસ્તારમાં કોરોનાનો ચેપ લાગવાનો ભય ઉપસ્થિત થયો છે જેથી આ વિસ્તારનાં તમામ પ્રજાજનોએ પણ કોરોના સારવાર કેન્દ્ર લોઢીયા હોસ્પીટલને બદલે આઈસોલેટ વિસ્તારમાં ખસેડવા માંગણી કરી છે. તેનો સ્પષ્ટ વિરોધ દર્શાવેલ છે જેથી આ બાબતે તત્કાલ ઘટતું કરવા માંગણી કરવામાં આવી છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews