જામકંડોરણા ખાતે પોલીસ સ્ટેશનના મેદાનમાં જામકંડોરણા ગ્રામજના પ્રશ્નો સાંભળવા લોકદરબાર યોજવામાં આવ્યો હતો. રાજકોટ જીલ્લા ગ્રામ્યના પોલીસ અધિક્ષક બલરામ મિણાના અધ્યક્ષ સ્થાને લોકદરબાર યોજાયો હતો. જેમાં એસ.પી.શ્રી મિણાએ આગેવાનો અને ગ્રામજનોને સાંભળ્યા હતા અને ગ્રામજનો સાથે ખૂલ્લા મને ચર્ચા કરી હતી. તેમજ કોરોના કેસ જે રીતે વધી રહ્યા છે તે અટકાવવા માટે સાવચેત રહેવા અને ગામડામાં લોકોને જાગૃત કરવા અભિયાન ચલાવવા સૂચન કર્યું હતું. સાથે પોલીસ સ્ટેશનને લગતા પ્રશ્નો હોય તો જણાવવા કહ્યું હતું. માર્કેટિંગ યાર્ડના ચેરમેન વિઠલભાઈ બોદર દ્વારા જામકંડોરણા પોલીસ સ્ટેશનમાં ઘટતા પોલીસ સ્ટાફ માટે રજૂઆત કરી હતી. આ લોકદરબાર દરમ્યાન સંપૂર્ણ સોશ્યલ ડિસ્ટન્સની તકેદારી રાખવામાં આવી હતી. આ તકે જામકંડોરણાના યુવા નેતા લલિતભાઈ રાદડીયા, જામકંડોરણા સરપંચ જસમતભાઇ કોયાંણી, સૂરેન્દ્રસિંહ વાળા, વિઠ્ઠલભાઈ બોદર, ગૌ સેવા સમિતીના પ્રમુખ ક્રિપાલસિંહ જાડેજા, મનોજભાઈ બાલધા, જેન્તીભાઈ ચુડાસમા તેમજ ગ્રામજનો અને આગેવાનોએ હાજરી આપી હતી. સાથે સાથે જામકંડોરણા પોલીસ સ્ટેશનના મેદાનમાં એસ.પી. બલરામ મીણા અને ધુરંધર યુવા આગેવાન યુવા નેતા લલિતભાઈ રાદડીયા દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. આ લોકદરબારમાં શ્રી મિણા સાથે જેતપુર વિભાગના મદદનીશ અધિક્ષક સાગર બાગમાર, સિપીઆઈ વી.કે.પટેલ, જામકંડોરણા પીએસઆઈ જે.યુ.ગોહીલ સહિતના અધિકારી હાજર રહ્યા હતા.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews