બે ખેડૂતો સાથે રૂા. પ.૪૩ કરોડની છેતરપીંડી કરનાર બે શખ્સ ઝડપાયા

ગીરગઢડાનાં પીએસઆઈ કે.એન. અઘેરા, પ્રવિણભાઈ મેઘપરા, નાનજીનઈ ભીમાભાઈ, ઈલ્યાસભાઈ મહોબતભાઈ, મહેશભાઈ મેણંદભાઈ, કલ્પેશ ચૌહાણ જામવાળા વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતાં ત્યારે ગીરગઢડા તાલુકાનાં જુડવડલી ગામના રાઘવભાઈ કરશનભાઈ નસીતની રૂા. ર.૭પ કરોડની વડવીયાળા સીમમાં આવેલ ૧૧ વિઘા ખેતીની જમીન તથા ગિરીશભાઈ લાખાભાઈ સાવલીયાની સાડા ચોત્રીસ વિઘા રૂા. ૩.ર૮ કરોડની જમીન જૂનાગઢનાં ઝાંઝરડા રોડ ઉપર રહેતા તુષારભાઈ જમનાદાસ કોરડીયા તથા હિતેષ હરસુખભાઈ ડોબરીયા (બાદલપુર)એ એકપણ રૂપિયા આપ્યા વગર ખેડૂતોને વિશ્વાસમાં લઈ કબ્જા વગર સાટાખત કરાવી કુલ રૂા. પ.૪૩ કરોડની છેતરપીંડી કરી નાસી ગયા હતાં તે જામવાળા પાસે આવેલ હોવાની બાતમી મળતાં જામવાળા ત્રણ રસ્તા પાસે કનૈયા હોટલ પાસે આ શખ્સોને દબોચી લઈ ગીરગઢડા પોલીસ સ્ટેશને લાવી ધરપકડ કરી હતી. વધુ રીમાન્ડ માટે કોર્ટમાં રજુ કરવામાં આવનાર છે. ફરજમાં રૂકાવટગીરગઢડા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતાં વિક્રમભાઈ હમીરભાઈ ઓડેદરાએ મોટર સાયકલનાં ચાલક નરેન્દ્ર પાટીલને અટકાવી માસ્ક પહેરેલ ન હોવાથી દંડ ભરવાનું કહેતાં આરોપીએ તમારાથી થાઈ તે કરી લેજાે તેવી ધમકી આપી ફરજમાં રૂકાવટ કર્યાની ફરીયાદ નોંધાવેલ છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!