જૂનાગઢ જિલ્લાના વિસાવદર ખાતે આનંદ પાર્ક સોસાયટી ખાતે રહેતા ફરિયાદી શિલ્પાબેન ધવલભાઈ રિબડીયા (ઉવ. ૪૦) ના ઘરે પોતાના પતિ ઉપર કરજ થઈ ગયેલ હોઈ, જે કરજ ઉતારવા હવન કરવા માટે આરોપી જયેશભાઇ કાંતિભાઈ ભાયાની ઉર્ફે દેવરાજસિંહ અજીતસિંહ જાડેજા તથા તેના બે અજાણ્યા મિત્રો ફરિયાદીના ઘરે આવેલ હોઈ તેઓએ ફરિયાદી બાઈનું બાવડું પકડી બીભત્સ માંગણી તથા બીભત્સ ઇશારાઓ કરતા ફરિયાદી શિલ્પાબેન ધવલભાઈ રિબડીયા જાતે પટેલ (ઉવ. ૪૦ રહે. આનંદ પાર્ક સોસાયટી, વિસાવદર જી. જૂનાગઢ)એ વિસાવદર પોલીસ સ્ટેશન ખાતે ત્રણેય આરોપીઓ વિરૂધ્ધ ફરિયાદ કરતા વિસાવદર પોલીસ સ્ટેશન ખાતે ગુન્હો નોંધી તપાસ વિસાવદર પી.આઈ. એન.આર.પટેલ તથા સ્ટાફ દ્વારા હાથ ધરવામાં આવેલ હતી. ગુન્હાની ગંભીરતા ધ્યાને લઇ જૂનાગઢ જિલ્લાના પોલીસ વડા સૌરભ સિંઘ દ્વારા તાત્કાલિક આરોપીઓની તપાસ હાથ ધરી આરોપીઓને પકડી પાડી, ધરપકડ કરી, ઉંડાણપૂર્વક તપાસ કરવા સુચનાઓ કરવામાં આવેલ હતી. જૂનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ વિસાવદર પોલીસ સ્ટેશનના પો.ઇન્સ. એન.આર.પટેલ તથા સ્ટાફના એ.એસ.આઈ. રાહુલ દેવમુરારી, હે.કો. મેણશીભાઈ, પો.કો. ધવલભાઈ, રાજેન્દ્રભાઇ, પુનાભાઈ, અવિનાશભાઈ સહિતની પોલીસ ટીમ દ્વારા તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી, આરોપીઓ જયેશભાઇ કાંતિલાલ ભાયાણી જાતે વાળંદ ઉર્ફે દેવરાજસિંહ અજીતસિંહ જાડેજા (ઉવ. ૩૬ રહે. સદગુરૂ વાટીકા, બંગલા ન. ૦૩, અક્ષર હાઇટ્સની સામે, નીકોલ, અમદાવાદ મૂળ રહે. દેરડી ગામ તા. જેતપુર જી. રાજકોટ), પ્રહલાદસિંહ કાયમસિંહ પરમાર જાતે દરબાર (ઉવ. ૨૯ રહે. મારૂતિ નગર, સહજાનંદ નગરની સામે અમરેલી) તથા હિરેન ઉર્ફે કાકા મનુભાઈ ચંદેરશા જાતે બારોટ (ઉવ. ૪૦ રહે. વસંત વાટિકા શેરી ન. ૮, રણજીતનગર જામનગર)ને તાત્કાલિક રાઉન્ડ અપ કરી ફોર્ચ્યુનર કાર કિંમત રૂા. ૩,૦૦,૦૦૦/- તથા મોબાઈલ ફોન નંગ ૦૪ મળી કુલ મુદ્દામાલ કિંમત રૂા. ૩,૧૫,૦૦૦/- સાથે પકડી પાડી કોરોના ટેસ્ટ કરાવી ધરપકડ કરવામાં આવેલ છે. પકડાયેલ આરોપીઓની પૂછપરછ કરતા આરોપી જયેશ કાંતિલાલ ભાયાણી મૂખ્ય સૂત્રધાર છે અને મૂળ જેતપુર તાલુકાના દેરડી ગામનો રહેવાસી છે. તાજેતરમાં તેને એફિડેવિટ કરાવી, અમરેલીના અજીતસિંહ જાડેજાએ દત્તક લેતા પોતાનું નામ દેવરાજસિંહ અજીતસિંહ જાડેજા રાખ્યું છે. અવાર નવાર વિસાવદર ખાતે આવતો હોય તેને ફરિયાદી શિલ્પાબેનના પતિ ધવલભાઈ મનસુખભાઇ રિબડીયા કે જેઓ વિસાવદર ખાતે મિલન હોટલ નામની હોટલ અને રેસ્ટોરન્ટ ધરાવતા હોઇ તેને મળતા ઓળખાણ થયેલ હતી. ઓળખાણ દરમ્યાન આરોપી જયેશભાઇ ભાયાણીએ ધવલભાઈ રિબડીયાને કોઈને આર્થિક મુશ્કેલી હોય તો પોતે ભવનાથ ગિરનારની ગુફામાં સેવાદાસ નામના મહાત્માને ઓળખાતો હોઈ તાંત્રિક વિધિ કરી, કરોડો રૂપિયાનો વરસાદ કરાવી દેશે. એના માટે વિધિ કરવાની થાય છે અને વિધિ માટે માત્ર ૧૫ લાખનો ખર્ચ થાય છે. આ અંગે આરોપી દ્વારા રૂપિયાનો વરસાદ થતો હોય તેવા લોભામણા વીડિયો કોલિંગના જુદા જુદા રેકોર્િંડગ પણ મોબાઈલમાં બતાવ્યા હતા. આરોપી દ્વારા આવી વાત કરતા અને વિડીયો બતાવતા ધવલભાઈ રિબડીયાને પોતાને આશરે દોઢ બે કરોડનો કર્જ થઈ ગયેલ હોઈ પોતે જ આ વિધિ કરાવવાની ઈચ્છા દર્શાવી અને એક માસ પહેલા રૂા. ૧,૫૦,૦૦૦/- એડવાન્સ આપ્યા અને વિધિ સમયે બાકીનું પેમેન્ટ આપી, વિધિ કરી મહાત્મા સેવાદાસની ગુફામાં જવાનું ત્યા આશરે આઠ દસ કરોડ રૂપિયાનો વરસાદ થશે અને તેમના નસીબમાં હશે તે રૂપિયા મળશે. તેવું સમજાવી વિધિ કરવા આવેલ હતા. બે ત્રણ દિવસથી વિધિ કરતા હતા પણ ધવલભાઈ રિબડીયાથી બાકીના રૂપિયાની વ્યવસ્થા નહીં થતા પોતાના ભાઈ અને પિતા તથા સગા સંબંધીઓ પાસે રૂપિયાની વ્યવસ્થા કરવા જતા ધીરે ધીરે આ વાત પોલીસ સુધી પહોંચતા પોલીસ દ્વારા ખાનગીમાં તપાસ આદરતા આરોપી જયેશ કાંતિલાલ ભાયાણી રૂપિયાના વરસાદ કરાવવાની લોભામણી વાતો કરી છેતરપિંડી કરવા જ આવ્યા હોવાની વિગતો ખુલવા પામેલ હતી. બે ત્રણ દિવસથી વિધિ કરવા સમયે આરોપીઓ દ્વારા ધવલભાઈ રિબડીયાના પત્ની ફરિયાદી શિલ્પાબેનની છેડતી અને બીભત્સ માંગણી કરતા હોય તેઓએ વિસાવદર પોલીસ સ્ટેશન ફરિયાદ નોંધાવતા આરોપીનો રૂપિયાનો વરસાદ કરાવવાનું પ્રલોભન આપી છેતરપિંડી કરવાની મોડસ ઓપરેન્ડીનો પણ ભેદ ખુલવા પામેલ હતો. આ ગુન્હામાં પકડાયેલ અન્ય બે આરોપીઓને પોતે ફરવાનું જણાવી સાથે લીધા હોવાની પણ મુખ્ય સૂત્રધાર આરોપી જયેશ ઉર્ફે દેવરાજ જાડેજાએ કબૂલાત કરેલ છે. વિસાવદર પોલીસ દ્વારા છેતરપિંડીની કલમનો ઉમેરો કરી પકડાયેલ આરોપી પાસેથી પકડાયેલ ફોર્ચ્યુનર લક્ઝૂરિયસ કાર કર્ણાટક પાસિંગની હોઈ તેની માલિકી અંગે પણ વધુ તપાસ હાથ ધરવામાં આવેલ છે. લોકડાઉન પહેલા આરોપી અમરેલીના અજીતસિંહ જાડેજાએ દત્તક લીધેલ છે અને નામ બદલાવી એફિડેવિટ કરવામાં આવેલ છે. આ બાબતે પણ ઉંડાણપૂર્વક તપાસ હાથ ધરી પકડાયેલ આરોપી જયેશ કાંતિલાલ ભાયાણી ભૂતકાળમાં પણ આ મોડસ ઓપરેન્ડીથી ગુન્હાઓમા પકડાયેલ છે કે કેમ ? આ પ્રકારના બીજા કોઈ ગુન્હામાં વોન્ટેડ કે પકડવાનો બાકી છે કે કેમ ? આ પ્રકારના બીજા ગુન્હાઓ આચારેલાની શક્યતા આધારે વધુ પૂછપરછ હાથ ધરી પોલીસ રીમાન્ડ મેળવવા વધુ તપાસ હાથ ધરવામાં આવેલ છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews