સોમનાથ મહાદેવ મંદિર ખાતે દર્શનાર્થે પવિત્ર શ્રાવણ માસમાં આવનાર ભાવિકોને કોરોના મહામારીની સાવચેતી અને ભીડ વગર દર્શન કરી શકે તે માટે મંદિરમાં દર્શન કરવા પ્રવેશ માટે દાખલ કરેલી પાસ પ્રથા આજથી અમલી બની છે. આ માટે મંદિર સામેનાં જુના પથિકાશ્રમ મેદાનમાં ખાસ ૪ બારી ઉપરથી લોકો પાસ મેળવી શકશે. આ બુકીંગમાં સવારે ૪ વાગ્યે અને બપોરનાં બે વાગ્યે બારી ખુલશે. જે લોકોએ ઓનલાઈન દર્શન માટે બહારગામથી બુકીંગ કરાવ્યું હશે તેઓ પોતાની કોમ્પ્યુટર સ્લીમ અથવા એરપોર્ટની જેમ મોબાઈલમાં તેઓની સ્લીપ બતાવી દર્શન પ્રવેશ મેળવી શકશે. પ્રવેશ પાસનાં કલર દરેક દિવસે અલગ અલગ રહેશે. એક પાસમાં વધુમાં વધુ પાંચ વ્યકિત દર્શન કરી શકશે. બુકીંગ કચેરીનાં પ્રથમ દિવસે સોમનાથ ટ્રસ્ટનાં સુરભા જાડેજા, સોમનાથ ટ્રસ્ટ સુરક્ષાનાં ઉમેદસિંહ જાડેજા, સિવીલ વિભાગ, ઈલેકટ્રોનીક વિભાગ અને સોમનાથ મંદિર સુરક્ષા નાયબ પોલીસ અધિક્ષક એમ.ડી. ઉપાધ્યાયે સુંદર વ્યવસ્થા ગોઠવી હતી.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews