જૂનાગઢમાં જુગાર રમતી ૯ મહિલાઓ રૂા. ૧.૦૩ લાખનાં મુદામાલ સાથે ઝડપાઈ

જૂનાગઢ રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક મનીન્દરસીંગ પવાર, જૂનાગઢ જીલ્લા પોલીસ વડા સૌરભ સિંઘની સુચનાના આધારે જૂનાગઢ વિભાગનાં નાયબ પોલીસ અધિક્ષક પ્રદિપસિંહ જાડેજાનાં માર્ગદર્શન હેઠળ બી ડીવીઝન પોલીસ સ્ટેશનનાં પીઆઈ આર.બી. સોલંકી, ડી-સ્ટાફનાં પીએસઆઈ એ.કે. પરમાર, પરેશભાઈ હુણ, અજયસિંહ મહીપતસિંહ, પૃથ્વીરાજસિંહ રાયજાદા, ભગતસિંહ ભલાભાઈ વગેરે પેટ્રોલીંગમાં હતાં તે દરમ્યાન ઝાંઝરડા રોડ ઉપર પરીસર એપાર્ટમેન્ટ બ્લોક નં. ૧૦૧માં જુગાર રમતા લલીતાબેન રામજીભાઈ પટેલ, વૈશાલીબેન કેતનભાઈ કણસાગરા, માલ્વીકાબેન વિજયભાઈ લોહાણા, ડીમ્પલબેન ગોપાલભાઈ મોરી, ભારતીબેન હિરેનભાઈ કલોલા, માધવીબેન વિજયભાઈ ત્રાંબડીયા, યાન્સ્‌ રાજેશભાઈ વાછાણી, પારૂલબેન અશોકભાઈ ગામી, દિનાબેન જીગરભાઈ ત્રાંબડીયાને રોકડ રૂા. ૧૮૧૦૦, મોબાઈલ-૩, મોટર સાયકલ-૩ મળી કુલ રૂા. ૧,૦૩,૬૦૦નાં મુદામાલ સાથે ૯ મહીલાઓને ઝડપી લઈ જુગારધારા એકટ મુજબ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!