જૂનાગઢ જિલ્લામાં મેઘરાજાએ લાંબો સમય વિરામ લીધા બાદ ગઈકાલે બપોરે મેઘ સવારી આવી પહોંચી હતી. જૂનાગઢ શહેર અને જિલ્લામાં વરસાદ વરસેલ હતો. જૂનાગઢ શહેરના અડધા વિસ્તારમાં એક ઈંચ જેટલો વરસાદ પડેલ છે જયારે માણાવદર, માંગરોળનાં ગ્રામ્ય વિસ્તારમાં એક ઈંચ સુધીનો વરસાદ પડેલ હતો. જૂનાગઢ જિલ્લામાં સિઝનનો કુલ વરસાદ ૬૬.ર૮ ટકા પડેલ છે.
જૂનાગઢ શહેરના મોતીબાગથી સરદારબાગ, દોલતપરા સુધીના વિસ્તારમાં સામાન્ય વરસાદ પડયો હતો જયારે મોતીબાગથી વાડલા ફાટક સુધી અનરાધાર વરસાદ પડયો હતો જેને લઈને રસ્તાઓ ઉપર પાણી ભરાયા હતાં.
માંગરોળના શીલ અને આસપાસના ગામડાઓમાં સારો વરસાદ વરસ્યો હતો. માણાવદરમાં એક ઈંચ જેટલો વરસાદ પડયો હતો. સોરઠ પંથકમાં છુટક ધોધમાર સાથે કાચા સોના જેવો વરસાદ પડતાં કૃષિ પાકને ફાયદો થયો છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews