માણાવદર : શહિદવીર ગોરધનભાઈ ચૌહાણનો પ૬મો શહિદ દિન ઉજવાશે

ગુજરાત પ્રદેશ ભારતીય જનસંઘના પ્રથમ શહિદ અને માણાવદર શહેર સુધરાઈનાં ઉપસભાપતિ તથા સતવારા સમાજ-માણાવદરના આગેવાન શહિદ વીર ગોરધનભાઈ ચૌહાણના શહિદ દીન તા. ર૮-૭-ર૦ર૦ના રોજ સવારે ૧૦ કલાકે બહારપરા ખાતે પુષ્પાંજલી અર્પણ કરાશે. શહિદ વીરના પરિવારજનોને સાંત્વના આપવા રાષ્ટ્રીય ચિંતક દિનદયાળ ઉપાધ્યાય તે સમયે માણાવદર આવ્યા હતા જેની સ્મૃતિમાં માણાવદર નગરપાલિકાએ પટેલ ચોકમાં શાક માર્કેટ-શોપીંગ સેન્ટરનું નિર્માણ કરેલ છે. અત્રે ઉલ્લેખનીય છે કે શહિદ વીર ગોરધનભાઈ ચૌહાણ ભ્રષ્ટાચાર સામેની લડતમાં શહિદી વહોર્યા હતા.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!