માણાવદરના રસાલા ડેમમાં મોટા ગાબડાને કારણે બેફામ પાણી વહી જાય છે

0

માણાવદર પંથકમાં સારા વરસાદનાં પગલે કષ્ટભંજનથી હડમતાણી મંદિર સુધી પ થી ૬ કિમી એરીયા સુધી એકધારૂં પાણી સંગ્રહ થયેલું છે. જે પાણી સંગ્રહના કારણે શહેર તથા આજુબાજુના ગ્રામ્ય વિસ્તારના કુવા, બોર સંજીવન થયા છે. ઘરે-ઘરે પાણીના બોરમાં તળ ઉંચા આવ્યાં છે. જે રસાલા ડેમમાં બાંટવા હાઈવે ટચ તરફ ડેમમાં બાકોરૂં પાડી પાણીની પાઈપલાઈન તથા ટેલિફોનનાં કેબલો નખાયા હતાં તેમાં ગમે તેની બેદરકારીનાં કારણે ડેમનું ગાબડું પુરવામાં અક્ષ્મય બેદરકારીનાં કારણે તે ગાબડામાંથી પાણી વહી રહ્યું છે. જેના કારણે ડેમ ખાલી થઈ રહ્યો છે. જે જળસંગ્રહ ખાલી થતાં મોટી નુકશાની થશે. તાકીદે આ ડેમનું ગાબડું પુરવા પાલિકા સદસ્ય મેહુલભાઈએ માણાવદરીયાએ માંગ કરી છે. અને વધુમાં રસાલા ડેમ ઉપર જ્યાંથી વાહનો તથા નાગરીકોને ચાલવાના રસ્તામાં મોટા-મોટા ગાબડાના કારણે જાનનું પણ જાેખમ ઉભું કરે છે તેમ જણાવ્યું હતું તથા ડેમ સાઈડમાં કોઈ રેલીંગ નથી તેથી તાકીદે ડેમ રીપેરીંગ અને રેલીંગ કરવા માંગણી કરી હતી.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!