માણાવદર નગરપાલિકાનાં પૂર્વ સેક્રેટરી અને ઉમદા સાહિત્યકાર સ્વ.શ્રી વિનોદ એન.જાેષીની રરમી પુણ્યતિથી આગામી તા.ર૯-૭-ર૦ર૦નાં રોજ હોય અને માણાવદર શહેરનાં સાહિત્યપ્રેમી અને સંગીતસાધકો દ્વારા સ્વ.વિનોદ એન.જાેષી દ્વારા સને-૧૯૯રમાં શરૂ કરવામાં આવેલ ભવાની સંગીત વિદ્યાલય ખાતે તેઓને શ્રધ્ધાસુમન અર્પણ કરવામાં આવશે. દરવર્ષે વિનોદ એન.જાેષીની પુણ્યતિથી નિમિત્તે શહેરનાં સ્થાનિક કલાકારો અને સાહિત્યપ્રેમીઓ દ્વારા ભવ્ય સંગીત સંધ્યાનું આયોજન પણ કરવામાં આવે છે. પરંતુ હાલ કોરોના મહામારીનો સમય હોય તેથી આ વર્ષે સંગીત સંધ્યાનું આયોજન મુલ્તવી રાખેલ હોવાનું તેમના પુત્ર વિજય વી.જાેષીએ જણાવેલ છે. સ્વ.શ્રી વિનોદ એમ.જાેષીએ નગરપાલિકાનાં સેક્રેટરી પદે રહી અને શહેરમાં ઘણાં વિકાસ કાર્યો કરેલ તેમજ તેઓની સાહિત્યયાત્રા પણ ચાલુ રાખેલ અને નયનતારા, મધુર મહેફીલ, સંગીતા, અંતરની સરવાણી જેવી નવલકથા અને ગઝલ સંગ્રહોની રચના કેલ હતી. આવા કર્તવ્યપારાયણ અધિકારી અને ઉમદા સાહિત્યકારનું તા.ર૯-૭-૧૯૯૮નાં રોજ અવસાન થતાં ખરો સિતારો ખરી પડ્યો હતો. શહેરનાં લોકો આજે પણ તેઓનાં કાર્યોને યાદ કરે છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews