દેવભૂમિ દ્વારકા જીલ્લામાં કોરોના બન્યો બેકાબુ બે દિવસમાં ચૌદ કેસ નોંધાતા હડકંપ

0

દ્વારકા જીલ્લામાં શનિવારે તથા રવિવારે કોરોના પોઝિટિવ વધુ ચૌદ કેસો નોંધાતા ભારે ભય સાથે દોડધામ પ્રસરી જવા પામી છે. દ્વારકાના ડાલ્ડા બંદર વિસ્તારમાં રહેતા અને વલસાડથી માછીમારી કરી અને ઓખા સુધી આવેલા ૨૭ વર્ષના એક યુવાનનું શુક્રવારે કોરોના અંગેનું સેમ્પલ લેવામાં આવ્યું હતું. તેનો રિપોર્ટ શનિવારે પોઝિટિવ આવ્યો હતો. આ ઉપરાંત કલ્યાણપુર તાલુકાના દૂધિયા ગામના ૬૫ વર્ષીય મહિલા પણ રવિવારે કોરોના સંક્રમિત જાહેર થયા છે. આ ઉપરાંત ઓખામંડળના મીઠાપુર તાબેના ભીમરાણા ગામે રહેતા અને હોમગાર્ડની નોકરી કરતા ૩૫ વર્ષના એક યુવાનને ઉધરસ અને શરદી- તાવ જેવાં લક્ષણો સાથેના લેવામાં આવેલા સેમ્પલનો રિપોર્ટ પણ શનિવારે પોઝિટિવ આવ્યો હતો. દેવભૂમિ દ્વારકા તાલુકાના મીઠાપુર ખાતે ટાટા કંપનીમાં સિનિયર એન્જિનિયર તરીકે કામ કરી રહેલા ૫૦ વર્ષિય એક અધિકારીને તાવ, ઉધરસ અને અશક્તિ હોવાથી તથા અન્ય એક ૫૧ વર્ષીય મેનેજરને પણ કોરોનાના લક્ષણો હોવાથી તેમના કોરોના અંગેના સેમ્પલ લેવામાં આવ્યા હતા. જે બન્નેના રિપોર્ટ રવિવારે પોઝિટિવ આવ્યા છે. ઉપરોક્ત બંને અધિકારીઓને કોઈ ટ્રાવેલ હિસ્ટ્રી નથી. આ સાથે કોરોના પોઝિટિવ આવેલા અધિકારીના મીઠાપુરની ટાટા ટાઉનશિપ ખાતે જ રહેતા તેમના ૪૫ વર્ષીય પત્નિને પણ કોરોના થયો છે. આ સાથે મીઠાપુર ખાતે રહેતા અને વેલ્ડીંગ કામ કરતા ૪૧ વર્ષના એક યુવાનનો રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો છે. આ ઉપરાંત સુરજકરાડીમાં આરંભડા રોડ ઉપર રહેતા ૩૭ વર્ષના એક મહિલાની જામનગરની ખાનગી હોસ્પિટલમાં સારવાર બાદ બે દિવસ પૂર્વે જામનગરની જી.જી.હોસ્પિટલમાં શંકાસ્પદ હાલતમાં કોરોનાનું સેમ્પલ લેવામાં આવતા તેનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જેને શનિવારે જામનગરની જી.જી. હોસ્પિટલમાં જ દાખલ કરાયા છે. આરંભડા વિસ્તારમાં જય અંબે સોસાયટીમાં રહેતા ૨૫ વર્ષીય એક યુવાન પણ કોરોનાનો શિકાર બન્યા છે. ત્યારે રવિવારે મોડેથી સાંપડેલા રિપોર્ટ અનુસાર આર. કે. બંદર વિસ્તારમાં રહેતા ૩૨ વર્ષીય એક યુવાન તથા અન્ય એક ૨૮ વર્ષીય યુવાનનો રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યા છે. ભાણવડ તાબેના સઈ દેવળીયા ગામે તાજેતરમાં આવેલા પોઝિટિવ કેસ બાદ ગઈકાલે લેવામાં આવેલા વધુ સેમ્પલો પૈકી ત્રણના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. જેમાં નવ વર્ષીય એક બાળકી તથા ૨૦ વર્ષીય એક યુવતી ઉપરાંત ૬૦ વર્ષના એક વૃદ્ધાના રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યા છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!