વંથલી નગરપાલિકામાં સીસીટીવી કેમેરાની ખરીદીમાં ગેરરિતી અંગે ઉપપ્રમુખની ગાંધીનગરમાં રજૂઆત

0

વંથલી નગરપાલિકામાં સીસીટીવી કેમેરા લગાવવામાં થયેલ ગેરરીતી અંગે ગાંધીનગર સ્થિત કમિશ્નરને પત્ર પાઠવી જવાબદારોને સામે પગલાં ભરવા માંગણી કરવામાં આવી છે. વંથલી નગરપાલિકાના ઉપપ્રમુખ નિકુંજભાઈ હદવાણીએ આ અંગે જણાવ્યું હતું કે, વંથલી નગરપાલિકા માટે ૩૦ સીસીટીવી કેમેરાની ખરદી કરાઈ હતી જેનો અંદાજીત ખર્ચ ૪૪,૯૩,૭ર૭ હોવા છતાં વંથલી નગરપાલિકાએ ૪૯,૮૬,૦૦૦નો વર્ક ઓર્ડ આપેલ છે. વંથલી નગરપાલિકાના ચીફ ઓફિસરને પાંચ લાખ રૂપિયા સુધીનો ખર્ચ કરવાનો જ અધિકાર હોવા છતાં પણ ૧૬,૩૦,૦૦૦ના બિલોનું ચૂકવણું કરાયું છે. ર૦૧૬ માં સીસીટીવી કેમેરાની ખરીદી કરી હોવા છતાં ર૦૧૯-ર૦માં પુર્નઃ સીસીટીવી કેમેરાની ખરીદી કરી વંથલી નગરપાલિકાના ચીફ ઓફીસર અને એકાઉન્ટન્ટે ગેરરીતી આચરેલ હોય તપાસ કરવાની માંગણી કરવામાં આવી છે. તેજમ જીઈએમ પોર્ટલમાં ર૧ માંથી ૧૯ એજન્સીઓને ડીસ્કવોલીફાય કરતાં તંદુરસ્ત હરિફાઈ થતી નથી ત્યારે આ તમામ મામલે ઝીણવટભરી તપાસ કરી અને વંથલી નગરપાલિકાના પ્રમુખ તથા સદસ્યોને ગેરલાયક ઠેરવવા, રકમ વસુલવા અને ચીફ ઓફિસર તથા એકાઉન્ટન્ટને હોદ્દા ઉપરથી દૂર કરવા માંગણી કરવામાં આવી છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!