ભેસાણમાં સીએનજી ગેસ સુવિધાનો આવતીકાલથી પ્રારંભ, જનતામાં ખૂશીનો માહોલ

0

ભેસાણમાં સીએનજી ગેસ સુવિધા નહી હોવાને લઈને વાહન ચાલકોને ભારે પરેશાની ભોગવવી પડતી હતી. પરંતુ આવતીકાલ તા.ર૮ જુલાઈથી શ્રીનાથ પેટ્રોલિયમ દ્વારા સીએનજી સુવિધાનો પ્રારંભ થશે. ભેસાણનાં પરબ રોડ ઉપર આવેલ શ્રીનાથ પેટ્રોલિયમનાં જીતુભાઈ મોણપરા અને મનસુખભાઈ વોરાનાં પ્રયત્નોથી તાલુકાની જનતાને આ સુવિધાનો લાભ મળનાર છે. ઘણા લાંબા સમયથી ભેસાણ તાલુકાનાં વાહન ચાલકો સીએનજી ગેસ સુવિધા શરૂ કરવા માટેની માંગણી કરી રહ્યા હતા જે ફળીભુત થઈ છે. આ બાબતે શ્રીનાથ પેટ્રોલિયમનાં માલીક અને આ પંથકનાં જાણીતા સમાજશ્રેષ્ઠી જીતુભાઈ મોણપરા(રાણપુર)એ જણાવ્યું હતું કે, હવેથી તાલુકાની જનતાને સીએનજી ગેસ પુરાવવા માટે બહાર જવું નહી પડે તેમજ ભેસાણમાંથી પસાર થતાા વાહનો માટે પણ આ સુવિધા લાભદાયી બનશે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!