સોમનાથ મંદિરે ૧,૫૦૦થી વધુ પાસ ઇસ્યુ કરતા ૪ હજાર ભાવિકોએ મહાદેવને શીશ ઝુકાવ્યું

0

દેશમાં દર્શન કરવા માટે પાસ બાદ જ પ્રવેશ આપતુ પ્રથમ મંદિર અરબી સમુદ્ર કાંઠે આવેલ પ્રથમ આદિજયોતિર્લીંગ સોમનાથ મહાદેવનું મંદિર બન્યું છે. સોમનાથ મંદિરમાં મહાદેવના દર્શન કરવા આવવા ઇચ્છતા ભાવિકોએ ફરજીયાત પાસ લઇ અથવા ઓનલાઇન રજીસ્ટ્રેશન કરાવવાની વ્યવસ્થા અમલી બનાવાય છે. પાસ અમલવારીના પ્રથમ દિવસે સાંજ છ વાગ્યા સુધીમાં કુલ ૧,૫૦૦ થી વધુ પાસ ઇસ્યુ કરાતા ૪ હજારથી વધુ ભાવિકોએ મહાદેવને શીશ ઝુકાવ્યું હતું. આ ઉપરાંત કોવીડની ગાઈડલાઈનની ચુસ્ત અમલવારી માટે ટ્રસ્ટે સજજ બની અનેક વધારાની વ્યવસ્થાઓ ઉભી કરી છે.
કોરોના મહામારીના લોકડાઉનમાં અઢી માસ જેવો સમય સુધી ધાર્મીક સ્થાનો બંધ રહયા હતા. ત્યારબાદ અનલોકમાં કેન્દ્ર સરકારે અમુક નિયમો જાહેર કરી ધર્મસ્થાનોના દ્વાર ભાવિકો માટે ખુલ્લા મુકયા હતા. જેથી જગવિખ્યાત સોમનાથ મંદિરના દ્વાર પણ ખુલવાથી શવિભકતોમાં અનેરો ઉત્સાહ જોવા મળેલ હતો. દરમ્યાન શિવની આરાધના માટે પવિત્ર ગણાતા એવા શ્રાવણ માસનો તા.૨૧ જુલાઇથી પ્રારંભ થયેલ હતો. શ્રાવણના પ્રથમ દિવસે જ સોમનાથ મંદિર ખાતે ભાવિકોની ભીડ ઉમટી પડતા ધક્કામુક્કીના વરવા દ્રશ્યો સર્જાયા હતા. આ સમયે મંદિરમાં ફરજ બજાવતા સુરક્ષા કર્મીઓએ સંયમ ગુમાવી દર્શનાર્થીઓ સાથે ઝપાઝપી બાદ લાકડીઓ ફટકાર્યાના વીડીયો વાયરલ થયા હતા. પ્રથમ દિવસે જ મંદિર ખાતે સર્જાયેલ અવ્યવસ્થા અને અંધાધુંધીની સ્થિતિને લઇ ગીર સોમનાથ જીલ્લા કલેકટર, સોમનાથ ટ્રસ્ટની સંકલન બેઠક મળી હતી. જેમાં તા.૨૫ જુલાઇથી સોમનાથ મંદિરમાં દર્શન કરવા માટે ફરજીયાત પાસની વ્યવસ્થા અમલી બનાવાની જાહેરાત કરાઇ હતી. અમલ કરાયેલ ફરજીયાત પાસ વ્યવસ્થા અંગે ટ્રસ્ટના જીએમ વિજયસિંહ ચાવડાએ જણાવેલ કે, પ્રથમ દિવસે સાંજે ૬ વાગ્યાજ સુધીમાં ૧,૫૦૦ જેટલા પાસ ઇસ્યુ કરાયેલ જેના થકી ૪ હજારથી વધુ ભાવિકોએ દર્શન કર્યા હતા. મંદિર-પરીસરમાં સોશ્યલ ડિસ્ટન્સીંગ સાથે કોવિડની ગાઈડલાઈનના ચુસ્ત પાલન માટે વધુ જરૂરી વ્યવસ્થાઓ પણ તાકીદે ઉભી કરવામાં આવી છે. પાસ માટે બહારગામના ભાવિકોએ ટ્રસ્ટીની વેબસાઇટમાં ઓનલાઇન રજીસ્ટ્રેશન કરાવીને આવવુ તેમજ સ્થાનીક ભાવિકો માટે મંદિર પરીસર બહાર ગ્રાઉન્ડમાં ચાર કાઉન્ટર ઉભા કરાયા છે જેમાંથી પાસ મેળવી મંદિરમાં પ્રવેશ કરી શકે તેવી વ્યવસ્થા કાર્યરત કરવામાં આવી છે.  કોરોના મહામારીના વધતા વ્યાપ વચ્ચે સરકાર દ્વારા લોકોની આસ્થાને પણ પ્રાધાન્ય આપી શ્રાવણ માસમાં સોમનાથ સહિત મોટા મંદિરો ખોલવા મંજૂરી આપી છે. ત્યારે સોમનાથ મહાદેવના દર્શનાર્થે મંદિરે આવતા ભાવિકોએ સોશ્યલ ડીસ્ટન્સીંગ સહિત કોવીડની સરકારી ગાઇડલાઇન્સનું સ્વયંશીસ્ત રીતે પાલન કરવું જોઇએ તેવી ટ્રસ્ટે અપીલ કરી છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!