કેશોદમાં માસ્ક પહેર્યા વગર નિકળતા માત્ર વાહનચાલકોને દંડ કરાતાં પોલીસ તંત્ર સામે વ્યાપક રોષ

કોવીડ-૧૯માં કોરોના વાયરસના સંક્રમણને અટકાવવા સરકાર દ્વારા જાહેરનામું બહાર પાડી જાહેરનામાની અમલવારી કરાવવામાં આવી રહી છે. જાહેર કરવામાં આવેલ ગાઈડલાઈન મુજબ અમલવારી માટે લાગું પડે એ કચેરી એ કાર્યવાહી કરવાની જવાબદારી સોંપવામાં આવી છે, ત્યારે શું જાહેરનામામાં એક માત્ર માસ્ક વગર બહાર નીકળવાની અમલવારીનું પાલન કરવાનું હોય છે ? માસ્ક વગર પસાર થતાં વાહનચાલકોએ જ અમલવારી કરવાની હોય છે ? શહેરના મુખ્ય માર્ગો ઉપર જ માસ્ક વગર લોકો પસાર થાય છે ? છેલ્લા બે સપ્તાહ જેટલા સમયથી ટ્રાફિક પોલીસ દ્વારા શહેરના તથા શહેરી વિસ્તારમાં મુખ્ય માર્ગો ઉપર માસ્ક વગર પસાર થતા વાહનચાલકો પાસેથી રૂા. ર૦૦નો દંડ વસુલવામાં આવી રહ્યો છે. જાણે ઉચ્ચ અધિકારીઓ દ્વારા ટ્રાફિક પોલીસને દરરોજ ૧૦૦ વાહનચાલકો કે તેથી વધુ લોકો પાસેથી દંડ વસુલવાનો ટાર્ગેટ આપવામાં આવતો હશે ? નાઇટ પેટ્રોલીંગ ડયુટીની જેમ શું પીએસઆઇ, પીઆઈ સહિતના અધિકારીઓ દ્વારા માસ્ક વગર નીકળતાં લોકોની ટ્રાફિક ઝુંબેશની જેમ માસ્ક ઝુંબેશ હાથ ધરાવવાની કામગીરી કેમ કરવામાં આવતી નહી હોય ? રાત્રીના સમયે લાગું કરવામાં આવેલ કરફ્ગેનાં ભંગ અંગે કે રાત્રીના સમયે બાયપાસ રોડ ઉપર ચાલું રહેતી દુકાનો લારીઓ વિરૂદ્ધ પગલાં ભરવામાં કેમ આવતાં નથી. શું શહેરની મુખ્ય બજારોમાં માસ્ક વગર લોકો નહિ નિકળતા હોય ? શું સોશ્યલ ડીસ્ટન્સનું પાલન કરવામાં આવી રહ્યુ છે ? માસ્ક વગરના દંડ વસુલવા સીવાયના જાહેરનામાં ભંગ બદલ કેટલી ફરીયાદ નોંધાઇ છે ? કેશોદ શહેરમાં જાહેર માર્ગો ઉપર વાહનચાલકો સિવાય અન્ય ક્ષેત્રોમાં પણ અમલવારી કરાવવી જરૂરી છે અને સોશ્યલ ડીસ્ટન્સ જાળવવાની જવાબદારી સોંપવામાં આવી છે ત્યારે આ કામગીરી હાથ ધરવામાં અમલવારી માટે સ્થાનિક સુધરાઈ તંત્રની પણ જવાબદારી બને છે. ત્યારે સુધરાઈ તંત્ર મૂકપ્રેક્ષક બની કોરોના પોઝીટીવ કેસ નોંધાતાં રીપોર્ટ કરી જવાબદારી પુરી થયાનું માને છે. જાણવા મળતી માહિતી મુજબ કોવીડ-૧૯ની કામગીરીમાં ભંગારમાંથી કેમીકલનાં ખાલી બેરલો અને ખાલી બારદાન મંગાવી ત્રીસેક લાખ રૂપિયાનાં બીલો બનાવી નાખ્યાં હોવાનું પણ ચર્ચાઈ રહ્યું છે જે તપાસ બાબતે તટસ્થ તપાસ કરવામાં આવે તો સત્ય હકીકત બહાર આવી શકે છે. સ્થાનિક પોલીસ તંત્ર પણ લક્ષ્યાંક પુરો કરવાની કામગીરી પુરી કરી કોરોના મહામારી કાબુમાં લેવા માટે ગંભીરતાથી પગલાં ભરવા માટે કડક કાર્યવાહી કરતી નથી. તેવો પણ લોકોમાં ચર્ચાનો વિષય બની ગયો છે ત્યારે આ અંગે યોગ્ય કાર્યવાહી કરવાની કેશોદના શહેરીજનોમાંથી માંગણી ઉઠવા પામી છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!