તાલાલાનાં ભોજદે ગામે સાત જુગારીઓ રૂા. ૪.૩૯ લાખનાં મુદામાલ સાથે ઝડપાયા

જૂનાગઢ રેન્જ આઇ.જી.પી. મનીન્દર પવાર તથા ગીર સોમનાથ જીલ્લા ઇન્ચાર્જ પોલીસ અધિક્ષક એમ.એમ. પરમાર દ્વારા જુગાર રમતા શખ્સો ઉપર કડક કાર્યવાહી કરવાની સુચનાનાં અનુસંધાને ક્રાઇમ બ્રાન્ચના પી.આઇ. વી.આર. રાઠોડ, પી.એસ.આઇ. કે.જે. ચૌહાણ, મેસુરભાઇ વરૂ, પરબતભાઇ સોલંકી, શૈલેષભાઇ ડોડીયા, પ્રફુલભાઇ વાઢેર, રાજુભાઇ ગઢીયા, ઉદયસિંહ સોલંકી, રાજુભાઇ પરમાર, જગતસિંહ સહીતના સ્ટાફે પેટ્રોલીંગ દરમ્યાન મળેલી બાતમીના આધારે તાલાલા તાલુકાના ભોજદે ગામે રામસીંગ દેવસીભાઇ વાઢેરના કબ્જાવાળી વેકરાના કોઠાના નામે ઓળખાતી સીમની વાડીના મકાનમાં જુગાર રમતા રામસીંગ વાઢેર, પ્રફુલ ઉર્ફે ફલા માવળીયા, વીરેન્દ્ર ઉર્ફે ભગા ડોડીયા, હરસુખ વૈષ્ણવ, લખમણ બગીયા, નારણ ચુડાસમા, પ્રવીણ ધારેચાને રોકડા રૂા. ૯૮૦પ૦ તથા મોબાઇલ પાંચ કીં.રૂા.૧૬ હજાર અને એક બોલેરો કીં. રૂા.૩ લાખ તથા એક મોટર સાયકલ કીં. રૂા.રપ હજાર મળી કુલ રૂા. ૪,૩૯,૦પ૦ ના મુદામાલ સાથે ઝડપી લઇ ધોરણસરની કાર્યવાહી હાથ ધરેલ છે. જયારે પ્રભાસ પાટણ તળાવના કાઠે અલાઉદીન આમદભાઇ ગઢીયાના મકાન પાસે જાહેરમાં બાવળની કાંટમાં જુગાર રમતા હુસેન ગોહેલ, શબ્બીર થોભાત, હારૂન હુસેન, ઇકબાલ કાલવાત, આમદ ચોરવાડા, ઇબ્રાહીમ ગઢીયાને રોકડા રૂા.૧૮,૦૬૦ તથા ૬ મોબાઇલ ફોન કી.રૂા.૧ર હજાર મળી કુલ રૂા.૩૦,૦૬૦ ના મુદામાલ સાથે ક્રાઇમ બ્રાન્ચે ઝડપી લઇ જુગારધારા હેઠળ ગુન્હો નોંધેલ છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!