જામકંડોરણનાં બંધીયા ગામે જુગાર રમતા ૯ શખ્સો રૂા. ૨૨ લાખનાં મુદ્દામાલ સાથે ઝડપાયા

જામકંડોરણા તાલુકાના બંધીયા ગામની સીમમાં ફાર્મ હાઉસમાં મોટું જુગારધામ ે જામ કંડોરણા પોલીસે ઝડપી પાડ્યું હતું જેમાં ૯ શખ્સોને રૂપિયા ૪ લાખ ૭૫ હજાર રોકડા અને ૨૨ લાખના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા
જિલ્લા પોલીસ વડા બલરામ મીણાની સૂચનાથી અને જેતપુરના ડીવાયએસપી સાગર બાગમાંરના માર્ગદર્શન હેઠળ જામકંડોરણાનાના પીએસઆઇ જે.યુ. ગોહિ ને મળેલ ચોક્કસ બાતમીના આધારે જામકંડોરણા તાલુકાના બંધીયા ગામની સીમમાં ઘનશ્યામસિંહ જાડેજા ના ફાર્મ હાઉસ ખાતે રેડ પાડતા રૂા. ૪,૭૫,૨૦૦ રોકડા તેમજ ૩ ફોરવીલ અને ૧૨ મોબાઈલ કુલ મળી રૂા. રર, ૦૦,૧૦૦ના મુદ્દામાલ સાથે ૯ શખ્સોને ઝડપી લીધા હતા જેમાં ફાર્મ હાઉસના માલિક ઘનશ્યામસિંહ દિલુભા જાડેજા, રઘુવીરસિંહ જાડેજા ખરેડી, ગોવિંદભાઇ ચાવડા ખંભાળિયા, વરજાંગભાઈ છેયા માણાવદર, પરેશભાઈ રાજપરા રાજકોટ, વિપુલભાઈ ઠોરીયા મોરબી, તરૂણભાઈ ગામી મોરબી, મિરલભાઈ ડોડીયા પડધરી, અંકિતભાઈ ભાણવડીયા રાજકોટ વિગેરે ૯ શખ્સોને ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. ઉપરોકત બનાવ અંગે જામકંડોરણાના પીએસઆઇ જે.યુ. ગોહિલ તપાસ ચલાવી રહ્યા છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!