વેરાવળમાં ડો.આશિષ રામાવતે ત્રણ વર્ષ પૂર્વે ટ્રોમા સેન્ટર ખોલી ગાંધીનગરના વ્યકિત પાસેથી રૂા.૧પ લાખ લઇ ભાગીદાર બનાવેલ ત્યારબાદ ગાંધીનગરના વ્યકિતની જાણ બહાર ખોટી સહીઓ કરી ટ્રોમા સેન્ટરની મશીનરી બારોબાર વહેંચી મારી છેતરપીડી કરી હતી. આ અંગે ડો. આશીષ રામાવત તેમના પત્ની અને તબીબના ભાઇ ઉપરાંત સુરત અને વડોદરાના એક-એક શખ્સ મળી કુલ પાંચ વ્યકિતઓ સામે ગાંધીનગરના વ્યકિતએ ફરીયાદ નોંધાવતા પોલીસે છેતરપીંડી, ષડયંત્ર સહિતની કલમો હેઠળ ગુન્હો નોંધી તપાસ હાથ ધરી છે. વેરાવળ શહેરમાં છાશવારે વિવાદોમાં આવતા તબીબ સામે વઘુ એક ષડયંત્ર રચી છેતરપીંડી કર્યાની ફરીયાદ નોંધાતા ચકચાર મચી છે. આ અંગે પોલીસમાંથી પ્રાપ્ત વિગતો અનુસાર વેરાવળમાં સોમનાથ સીટી સ્કેન એન્ડ ટ્રોમા સેન્ટર નામની હોસ્પીટલ પેઢી શરૂ કરવા ભાગીદારી પેઢી બનાવી હતી. જેમાં ગાંધીનગરના પુંજાભાઇએ રૂા.૧પ લાખ, રામ મોહનદાસ રામચંદાણીએ રૂા.ર૦ લાખ અને ડો.જીજ્ઞેશ રામાવતે રૂા.૬ લાખનું રોકાણ કર્યુ હતું. આ સીટી સ્કેન સેન્ટરનું સંચાલન ડો.જીજ્ઞેશ રામાવત અને તેમના ભાઇ ડો.આશીષ રામવતે કરવાનું નકકી થયેલ જયારે પેઢી માટે જરૂરી બાકી રકમની રૂા.૪પ લાખની લોન વેરાવળની કો.ઓપ. બેંકમાંથી લેવામાં આવેલ હતી. આ ભાગીદારીમાં રોકાણ કરાયેલ અને લોનની મુડી થકી નગરપાલીકા કચેરી સામે એક બિલ્ડીંગ ભાડે રાખી તેમાં જરૂરી રૂા. ૯૦ લાખની મશીનરી ખરીદી કરી તા.૧ એપ્રેલી ર૦૧૭ થી હોસ્પીટલ કાર્યરત કરી દેવામાં આવેલ હતી. ત્યારબાદ પુંજાભાઇએ અનેકવાર હોસ્પીટલ કેવી ચાલે તે બાબતે ભાગીદારો સાથે વાતચીત કરતા સારી ચાલતી હોવાના જવાબ મળતા હતા. વર્ષ ર૦૧૯માં પુંજાભાઇને નાણાની જરૂર પડતા પેઢીમાંથી ઉપાડ આપવા જણાવતા ડો. જીજ્ઞેશે એક-એક લાખના ચાર ચેક અને રૂા. પ૦ હજારનો એક ચેક આપતા તે તમામ રકમ ઉપાડી લેતા ભાગીદારોએ વિશ્વાસ કેળવી લીધો હતો. દરમ્યાન પચ્ચીસેક દિવસ પૂર્વે ભાગીદાર રામભાઇએ જણાવેલ કે આપણી હોસ્પીટલ બંધ થઇ ગયેલ છે. જેથી અમો સંચાલન કરતા બંન્ને રામાવત ભાઇઓને મળેલ ત્યારે બંન્નેએ જણાવેલ કે હોસ્પીટલની ભાગીદારી પેઢીમાં ખોટ જતી હોવાથી બંધ કરી તેની તમામ મશીનરી વહેંચી નાંખી બેંક લોન ભરપાઇ કરતા નફો કોઇ બચેલ નથી. જેથી બેંકમાં તપાસ કરી ખરી નકલના ચાર દસ્તાવેજો મેળવેલ હતા. જેમાંથી જાણવા મળેલ કે હોસ્પીટલની રૂા.૯૦ લાખની મશીનરી નજીવી કિંમતમાં એક સંપ કરી કાવતરૂ રચી ડો. આશીષના પત્ની રચનાબેન, સુરતના વિશાલ પરસોતમ મકવાણા અને વડોદરાના નરેશ શાહને બારોબાર વેચી મારી ખોટી સહીઓ કરી ખોટા વેંચાણ દસ્તાવેજો બનાવી તેનો ખરા તરીકે ઉપયોગ કરી વિશ્વાતઘાત સાથે છેતરપીંડી કર્યાનુ જાણવા મળેલ હતું.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews