હાઉસ ટેકસ કરવેરામાં રાહત યોજનાનાં દિવસો વધારવા કોંગ્રેસની માંગ – આવેદનપત્ર અપાયું

જૂનાગઢ શહેર કોંગ્રેસ પ્રમુખ અમીત પટેલ દ્વારા જૂનાગઢ મનપાનાં કમિશ્નરશ્રી અને મેયરશ્રીને આવેદનપત્ર આપી રેસિડેન્સીયલ હાઉસ ટેક્ષ રાહત યોજનાની મુદત ૩૦ જુલાઈ સુધી છે. ત્યારે કોરોનાની મહામારી વચ્ચે લોકોને આ દિવસોનો ખ્યાલ પણ ન હોય અમુક લોકો પાસે માહિતી પણ ન મળી હોય ત્યારે જૂનાગઢ શહેર કોંગ્રેસના પ્રમુખ તરીકે લોકોના હિત માટેથી હાઉસ ટેક્સ ભરવા માટે છેલ્લા બે દિવસ રાહત યોજના બાકી રહ્યા છે. કોરોનાની વૈશ્વિક મહામારી વચ્ચે લોકો જીવી રહ્યા છે ત્યારે ૩૦ દિવસનો સમયમાં વધારો કરી લોકોને ૨૦ થી ૨૨ ટકા જે રાહત યોજના છે તેનો લાભ મળી શકે. જ્યારે કોરોનાની મહામારી અને મુસીબત હોય ત્યારે હાલ લોકો રાહત મેળવવાની યોજનામાં વધારે પડતી ભીડ એકઠી થાય છે ત્યારે મનપાએ સોશ્યલ ડિસ્ટન્સનું પાલન કરવાની જરૂર છે લોકોને રાહત મેળવવાની યોજનામાં હજુ એક મહિનાની મુદત મળે તેવી રજૂઆત કરી છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!