લોનનું વન ટાઈમ રિસ્ટ્રકચરીંગ આપવું જાેઈએ અને વધુ એક મોરેટોરીયમ નહી આપવું જાેઈએ તેમ દિપક પારેખે જણાવ્યું હતું. જયારે બેન્કો એક કવાર્ટરનું એક કવાર્ટરનું મોરેટોરીયમ જાેઈએ છે. ર૦૦૧-૦રમાં કોપોરેટ ડેબ્ટ રિસ્ટ્રકચરીંગ ચાલુ થયું હતું જેમાં બહુ થોડી કંપનીઓ બહાર નીકળી પણ મોટા બાગની કંપનીઓ અને બેન્કોએ પોતપોતાની બેલેન્સ શીટ સંભાળેલી પરંતુ તેમાં ફાયદો કંપનીના પ્રમોટરને થયો. કંપનીના પ્રમોટર કંપનીનું નિયંત્રણ જાળવવામાં સફળ થયા. ર૦૧પમાં આરબીઆઈ (રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા)એ એસેટ કવોલીટી રિવ્યુ શરૂ કરેલ જમાં બેન્કોનું એનપીએ લેવલ વધી ગયું પણ એમાં બેન્કોની બેલેન્સ શીટ ચાખ્ખી થઈ ગઈ. એટલે રિસ્ટ્રકચરીંગથી ફકત બેન્કોની બેલેન્સ શીટ એવરગ્રીન થશે અને તેના સિવાય બેન્કોને બીજાે કોઈ ફાયદો નહીં થાય. વધુ એક કવાર્ટરનું મોરેટોરીયમ આપી દીધા પછી બેન્કોએ બોન્ડ માર્કેટમાંથી ફંડ ઉભા કરવા જાેઈએ કેમ કે, વિશ્વ બોન્ડ માર્કેટમાં બોન્ડ યીલ્ડ ૧ ટકાથી પણ ઓછી થઈ ગઈ છે. તેની સાથે સોનાના ભાવમાં રપ ટકા વધારો છેલ્લા એક વર્ષમાં નોંધાયો છે જેનાથી રોકાણકાર તેમાં વધારે રૂપિયા નાંખી રહેલ છે. પરંતુ તે નોન પ્રોડકટીવ એસેટ છે. એટલે સરકારને એક તક છે કે એવું ફાયનાનશ્યલ ઈન્સ્ટ્રુમેન્ટ લાવે જેનાથી રોકાણકાર એમા રોકાણ કરે અને પૈસાથી બેન્કમાં અને ગ્રીન ફીલ્ડ પ્રોજેકટમાં લગાવે, જેનાથી અર્થતંત્ર ગતિમાં આવે અને નોકરીની તકો વધે અને સાથે સાથે લોકોનો વિશ્વાસ પણ વધે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews