વંથલી : કોયલી પુલ પાસે ટ્રક સાથે સ્વિફટ કાર અથડાવી એકનું મોત નિપજાવતાં ફરીયાદ

0

વંથલી જતાં કોયલી ૫ુલ પાસે એક સ્વિફટ કાર ચાલકે પોતાની કાર પુરઝડપે ચલાવી અને અકસ્માતનો બનાવ બનવા પામતાં એકનું મૃત્યું થયું છે. આ બનાવની પોલીસમાંથી મળતી વિગત અનુસાર વંથલી તાલુકાનાં કોયલી ગામ ખાતે રહેતાં ભરતભાઈ મેણંદભાઈ ગોરાણીયાએ પોલીસમાં આ કામનાં આરોપી સ્વિફટ ડિઝાયર કારનાં ચાલક વિક્રમભાઈ પરમાર વિરૂધ્ધ એવા મતલબની ફરીયાદ નોંધાવતાં જણાવેલ છે કે આ કામનાં આરોપીએ કોયલી રોડ પાસે પોતાના કબ્જાની સ્વિફટ ડિઝાયર કાર પુરઝડપે અને બેફીકરાઈથી ગફલતભરી રીતે ચલાવી આગળ જતાં ટ્રકનાં પાછળનાં ભાગે અથડાવી ફોરવ્હીલમાં બેસેલ સાહેદ સમીરભાઈ રામદેવભાઈ ઓડેદરાને ગંભીર પ્રકારની ઈજા કરી સ્થળ ઉપર જ તેમનું મોત નિપજાવી તથા સાહેદ કેવલ ભુપતભાઈ દાસાને મોઢાનાં ભાગે ઈજા પહોંચાડી કાર મુકી નાસી જતાં પોલીસે આ બનાવ અંગે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!