માંગરોળનાં ગોરેજના પ્રૌઢ ઉપર ચોરી-દારૂની ટેવવાળા પુત્ર-ભત્રીજાનો હુમલો : ફરિયાદ

0

માંગરોળના ગોરેજ ગામના પ્રૌઢ ઉપર ચોરી અને દારૂની ટેવવાળા પુત્ર અને ભત્રીજાએ હુમલો કરી બંને પગ ભાંગી નાંખ્યા હોવાની પોલીસ ફરીયાદ થઇ છે. માંગરોળ તાલુકાના ગોરેજ ગામે વાડી વિસ્તારમાં રહેતા અને ખેતી કરતા હેમંતભાઇ વિરાભાઇ બડવા(ઉ.પર)નો પુત્ર ક્રિપાલ અને ભત્રીજો નિરવ ચોરી કરવાની અને દારૂ વેંચવાની ટેવવાળા હોય આથી હેમંતભાઇએ બન્નેને ઠપકો આપ્યો હતો. તેમજ હવે કોઇ કેસમાં જામીન નહિ અપાવું અને છોડાવીશ નહિ તેમ હેમંતભાઇએ કહેતા જેનાથી ઉશ્કેરાઇ જઇને ક્રિપાલ અને નિરવ કુહાડી અને લોખંડના પાઇપ વડે હુમલો કર્યો હતો. આ બંને શખ્સેએ આડેધડ પ્રહાર કરી હેંમતભાઇના બંને પગ ભાંગી નાંખી ગંભીર ઇજા પહોંચાડી હતી. આ અંગેની ફરીયાદના આધારે પી.એસ.આઇ. એન કે. વિંઝુડાએ તપાસ હાથ ધરી છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!