સનખડા ગામે બુટલેગરના ઘરેથી ર૪૦ બોટલ વિદેશી દારૂ પકડાયો

0

ઉનાના પીઆઈ વિજયસિંહ ચૌધરીએ તાલુકામાં દારૂબંધીનો કડક અમલ કરાવવા સુચના આપતા પોલીસ હે.કો.કમલેશ જે. પીઠીયા, શાંતીભાઈ, નિલેશભાઈ, જગદીશભાઈ, કરશનભાઈ તથા ભીખુશા બચુશાએ બાતમીના આધારે સનખડા ગામમાં દોલુભાઈ કરણાભાઈ રાઠોડએ તેમના રહેણાંક મકાનમાં દારૂનો જથ્થો રાખેલ હોવા અંગે તપાસ કરતા ઓસરીમાં આવેલ બાથરૂમની ઉપર બનાવેલ ચોરખાનામાં પ્લાસ્ટીકના બે બાચકામાં છુપાવેલ વિદેશી દારૂની ૧૮૦ એમએલની બોટલ નંગ ર૪૦ કિંમત રૂા.૧ર૦૦૦/-નો પકડી પાડેલ હતો. દોલુભાઈ રાઠોડ હાજર ન હોય તેની સામે ગુનો નોંધી ધરપકડ કરવા તજવીજ હાથ ધરી છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!