ગીર સોમનાથ ઃ જીલ્લા પંચાયતનાં મહિલા સદસ્યનાં પિતાએ ગૃપમાં બિભત્સ વિડીયો પોસ્ટ કરતા ફીટકાર

0

ગીર સોમનાથ જીલ્લા પંચાયતનાં મહિલા સભ્યનાં પિતાએ આગેવાનો અને કાર્યકરોમાં વોટસઅપ ગૃપમાં વિડીયો પોસ્ટ કરતાં ખળભળાટ મચી ગયો છે.  જાણવા મળતી વિગત મુજબ ગીર સોમનાથ જીલ્લા ભાજપ સંનિષ્ઠ કાર્યકર્તા નામનું વોટસઅપ ગૃપ છે. જેમાં જીલ્લા પંચાયતનાં સદસ્ય પ્રિતી પરમારના પિતાએ બિભત્સ વિડીયો પોસ્ટ કર્યો હતો. જેનાથી ગૃપમાં જાેડાયેલા ગિર સોમનાથ જીલ્લા પંચાયત અને નગરપાલિકાનાં પ્રમુખ સહિતનાં મહિલા સદસ્યો ગૃપમાંથી લેફટ થઈ ગયા હતાં.  આ ગૃપનાં એડમીન ભાજપનાં અરવિંદ રાણીંગા હોવાનું જાણવા મળેલ છે. આમ જન પ્રતિનિધિ એવા મહિલા સદસ્યનાં પિતાની આ હરકતથી તેમનાં ઉપર ફીટકાર વરસી રહયો છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!