સોમનાથ મહાદેવનો સુવર્ણ યુગ પુર્નઃજીવંત, દાદાને વધુ ૪ સુવર્ણ કળશ અર્પણ

0

ભારત દ્વાદશ જયોર્તિલીંગ પ્રથમ સોમનાથ મહાદેવ મંદિરમાં હાલ સભાગૃહ, નૃત્યમંડપ ઉપર કળશને સોનાથી મઢવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. સોમનાથ મહાદેવ મંદિર શિવલીંગ ગર્ભગૃહ દ્વારો સભામંડળ સ્થંભો સુવર્ણથી ઝળહળતા થઈ ચૂકયા છે. આ ઉપરાંત મંદિરનું મુખ્ય શિખર ધજા દંડ, ત્રિશુલ, ડમરૂ સોને મઢાઈ ચૂકયા છે. ત્યારે ટ્રસ્ટનું એક મહાઅભિયાન, સ્વપ્ન સમગ્ર સોમનાથ મહાદેવના મંદિરને સુવર્ણમય બનાવવા આગળ ધપી રહ્યું છે. જેના ભાગરૂપે સોમનાથ મંદિરનાં મુખ્ય શિખરની પહેલા આવેલ શિખરના ૧૪૮૦ જેટલા શિલ્પ કળશોને દાતાઓનાં સહયોગથી સુવર્ણથી જડવા કાર્યવાહી ગતિમાં જ છે. જેમાં ૩૦૦થી વધુ દાતાઓ સોનાના કળશ માટે દાન નોંધાવી ચૂકયા છે. આ અંગે ભવ્ય કાર્યક્રમ પણ ફેબ્રુઆરી બાદ યોજાનાર હતો. પરંતુ કોરોનાને કારણે તે જાહેર કાર્યક્રમ મુલત્વી રહયો ત્યારે વ્યકિતગત રીતે કળશ પૂજન કરી આ કાર્ય આગળ ધપાવાઈ રહ્યું છે. જેમાં આ રવિવારે રાજકોટના અગ્રણી ધનસુખભાઈ ભંડેરી અને તેમના મિત્ર હેતલભાઈ દ્વારા જે ચાર સુવર્ણ કળશ અર્પણ કરાયા છે. તેના પૂજવિધિ કરવામાં આવી અને ક્રમશઃ હવે મંદિરના શિખરને સુવર્ણથી દિવ્યતા ભવ્યતા આપી શોભાયમાન કરાશે. ટ્રસ્ટે સોમનાથ મહાદેવ મંદિર અધ્યક્ષ કેશુભાઈ પટેલની દાતાઓને આવકાર આપતી અપીલ પણ પ્રકાશીત કરી છે. જેમાં મોટા કળશ માટે ૧.૫૧ લાખ, મધ્યમ કળશ માટે ૧.૨૧ લાખ, નાના કળશ માટે ૧.૧૧ લાખ તે સમયની અપીલમાં જણાવ્યું હતુ મોટાકળશ ૮૦ છે અને એક કળશનું સરેરાશ વજન ૩ કિલો હોવાનું કહેવાય છે. આમ સોમનાથ દાદાનું સમગ્ર મંદિર પ્રાચીન સુવર્ણ યુગની ઝળહળી ઉઠશે અને સુવર્ણ કાળ પુર્નઃ જીવંત થશે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!