પીએસઆઈની ખાતાકીય ભરતીમાં અરજીથી વંચિત રખાતા ભારે રોષ

0

તાજેતરમાંજ ગુજરાત સરકાર દ્વારા અને આર્મ્ડ પોલીસ સબ ઈન્સ્પેકટર કલાસ-૩, મોડ-૩ની ખાતાકીય ભરતીમાંથી ૧પ-ર૦ વર્ષથી નોકરી કરતા હેડ કોન્સ્ટેબલોને બાકાત રખાતા ભારે રોષની લાગણી વ્યકત કરી ગુજરાત હાઈકોર્ટ દ્વારા ખખડાવ્યા હતા. જણવા મળતી વિગતો મુજબ પોલીસ સબ ઈન્સ્પેકટર(અન આર્મ્ડ) કલાસ-૩, મોડ-૩ની ખાતાકીય ભરતી ગુજરાત સરકારે જાહેર કરી છે. પરંતુ તેમાં માત્ર આસિસ્ટન્ટ સબ ઈન્સ્પેકટર(એએસઆઈ) તરીકે ફરજ બજાવતા ઉમેદવારો જ ફોર્મ ભરી અરજી કરવા દેવાનો નિર્ણય હાલમાં વિવાદનું કેન્દ્ર બન્યો છે. કારણ કે ગુજરાત સરકારનાં આ નિયમથી છેલ્લા ૧પ-ર૦ વર્ષથી પોલીસ ખાતામાં ફરજ બજાવતાા હેડ કોન્સ્ટેબલો કે જે આટલી લાંબી સેવા બાદ પણ એએસઆઈ તરીકે નિમણુંક તો દૂર પરંતુ હજુ સુધી એએસઆઈ તરીકેનો ગ્રેડ-પે પણ ચૂકવાતો નથી તેવામાં વધુ એક વખત ગુજરાત સરકારે પોતાની સાથે અન્યાય કર્યો હોય તેવી લાગણી હેડ કોન્સ્ટેબલો અનુભવી રહ્યા છે. સરકારનાં પીએસઆઈની ખાતાકીય ભરતીમાં ફોર્મ ન ભરી અરજી કરવાથી રોકવાના નિર્ણય સામે હેડ કોન્સ્ટેબલોનાં જૂથે ગુજરાત હાઈકોર્ટ સમક્ષ દોડી ગયા હતા. અને હાઈકોર્ટમાં હેડ કોન્સ્ટેબલોને પણ પીએસઆઈની ખાતાકીય પરિક્ષામાં બેસવા દેવાની અરજી સાથે પીટીઅશન દાખલ કરી હતી. હેડ કોન્સ્ટેબલો(અન આર્મ્ડ)ની પીટીશન મંજુર કરતા ગુજરાત હાઈકોર્ટે સરકાર તેમજ રાજયનાં પોલીસ વડાને ખુલાસો કરવા નોટીસ ફટકારી છે. આ કેસમાં હેડ કોન્સ્ટેબલ(અન આર્મ્ડ)નાં જૂથ વતી એડવોકેટ મેહુલ પાડલીયા રોકાયેલા છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!