રાજસ્થાનમાં કોંગ્રેસ પક્ષમાં જૂથવાદ વકર્યો

રાજસ્થાનમાં કોંગ્રેસ પાર્ટીની અંદર ચાલી રહેલું ઘમાસાણ દિવસેને દિવસેને દિવસે વધી રહ્યું છે. સચિન પાયલોટનાં જૂથનાં ૧૯ બળવાખોર ધારાસભ્યોએ ગુરૂગ્રામની હોટલમાં અને ગેહલોત જૂથનાં ધારાસભ્યો જયપુરની હોટલમાં ધામા નાખ્યા છે. સચિન પાયલોટ જૂથનાં ધારાસભ્યો હેમારામ ચોૈધરીએ એક નિવેદન આપતા ગેહલોત જૂથની ચિંતા વધી ગઈ છે. તેમણે કહ્યું છે કે, ગેહલોત જૂથનાં ૧૦-૧પ ધારાસભ્યો તેમનાં સંપર્કમાં છે, તેમને હોટલમાંથી મુકત કરતાની સાથે જ તેઓ અમારી સાથે જાેડાઈ જશે. સચિન પાયલોટ જૂથનાં ધારાસભ્ય હેમારામ ચોૈધરીએ કહ્યું છે કે, ગેહલોત જૂથનાં ૧૦-૧પ ધારાસભ્યો તેમનાં સંપર્કમાં છે અને તેઓ રાહ જાેઈ રહ્યા છે કે કયારે તેમને હોટલમાંથી મુકત કરવામાં આવે અને તેઓ સચિન પાયલોટનાં જૂથમાં જાેડાય શકે. રણદિપ સુરજેવાલાએ તાજેતરમાં જ કહ્યું હતું કે સચિન પાયલોટ જૂથનાં ત્રણ ધારાસભ્યો ૪૮ કલાકની અંદર જયપુર પહોંચી જશે. તેનાં જવાબમાં હેમારામ ચોૈધરીએ આ નિવેદન આપ્યું છે. હેમારામ ચોૈધરીએ કહ્યું કે, સુરજેવાલાજી કહી રહ્યા છે કે ગેહલોત જૂથમાં સામેલ થવા માટે સચિન પાયલોટ જૂથનાં ત્રણ ધારાસભ્ય ૪૮ કલાકમાં જયપુર પહોંચી જશે, અહી પાયલોટ જૂથની અંદર જે પણ ૧૯ ધારાસભ્ય કયાંય પણ જવાનાં નથી. ગેહલોત જૂથનાં ધારાસભ્યો નિરાશ છે તેમને આશ્વાસન આપવા માટે સુરજેવાલા પોતાનું જ્ઞાન આપી રહ્યા છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!