શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં ગઇકાલે એકથી દોઢ ઇંચ વરસાદ વરસી ગયો હતો. ઉના શહેરમાં એક કલાકમાં એક ઇંચ તથા ગ્રામ્ય વિસ્તારના દેલવાડા, નવાબંદર, સીમર, વાસોજ, વગેરે ગામોમાં સરેરાશ દોઢ ઇંચ વરસાદ વરસી ગયો હતો. ઉના શહેર તથા ગ્રામ્ય પંથકમાં છેલ્લા ચાર દિવસથી મેઘરાજાના વિરામ બાદ ગઇકાલે આકાશ વાદળોથી ગોરંભાયેલુ હતું અને ધોધમાર તથા ધીમી ધારે વરસાદ વરસતા ઉનામાં એક કલાકમાં એક ઇંચ વરસાદ વરસી ગયો હતો અને શહેરના મુખ્ય માર્ગો ઉપર પાણી ભરાતા ગારો-કાદવ-કીચડનું સામ્રાજય જોવા મળેલ હતુ. ગ્રામ્ય વિસ્તાર દેલવાડા, નવાબંદર, સીમર, વાસોજ, પાલડી, તડ, કેસરીયા અને સામતેર વગેર ગામોમાં પણ એકથી દોઢ ઇંચ વરસાદ વરસ્યાનો અહેવાલ જાણવા મળેલ છે તેમજ વરસાદ પડયા બાદ લોકોને અસહ્ય બફારાનો અનુભવ કરી રહ્યા છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews