ખંભાળીયા-ભાણવડ રોડ ઉપર ગુંદા ગામ પાસે પૂલ તૂટતા વાહન વ્યવહાર ખોરવાયો

ખંભાળીયા-ભાણવડ રોડ ઉપર ગુંદા ગામના પાટિયાથી સાજડયારી પાટિયાની વચ્ચેનો વધુ એક પુલ તૂટતાં વાહન વ્યવહાર ખોરવાયો છે. હાલમાં ગુંદાગામમાં થઈને રોડ ડાયવર્ટ કરાયો છે. પુલના બંને બાજુ વોકળો આવેલ હોવાથી ત્યાં બાજુમાં ડાયવર્ઝન રોડ બની શકે તેમ નથી. બનાવને પગલે માર્ગ અને મકાન વિભાગ દ્વારા ડાયવર્ઝન રોડ અંગેની કાર્યવાહી ચાલુ કરાઈ છે. ટ્રાફિક કન્ટ્રોલ કરવા માટે ઘટના સ્થળે પોલીસ પણ આવી છે. ગુંદા ગામથી આગળ ગુંદલા ગામ પાસે સોરઠી નદી ઉપરનો પુલ પણ ગત વર્ષના વરસાદમાં તૂટ્યો હતો જે પુલનું નવીનીકરણ પણ હજુ સુધી થયું નથી. એક વર્ષથી બાજુમાં ડાયવર્ઝન રોડથી કામ ચલાવાઈ છે ત્યારે હાલમાં નજીકમાં જ વધુ એક પુલ તૂટતાં મોટી મુશ્કેલી સર્જાઈ છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!