ખંભાળીયામાં એકસીસ બેન્કનું એટીએમ આગમાં ભસ્મીભુત

0

ખંભાળિયામાં નગરગેઇટ રોડ ઉપર એકસીસ બેંકના એ.ટી.એમ.ના સ્થળે એસીમાં શોક સરકીટ થતાં આગ લાગી હતી. ખાલી રહેલા એ.ટી.એમ.માં આ આગ લાગતા અંદરનું ફર્નીચર, ખુરશી, લાકડા સળગવા લાગતા આગની જવાળાઓ ફેલાતા દેકારો મચી ગયો હતો અને આ અંગે કોઇએ પાલિકાને જાણ કરતા ફાયર બ્રિગેડના મહેન્દ્રભાઇ ચોપડા, સુખદેવસિંહ વાઢેર, ગઢવીભાઇ, જાડેજાભાઇ વિ. ફાયર ફાઇટર સાથે પહોંચી જઇને આગને કાબુમાં લીધી હતી. જાે કે સદનસીબે એટીએમ મશીન લોખંડનું હોય તે સળગવામાં બચી ગયું હતું. જો કે આ આગ કાબુમાં આવી જતાં ફેલાતા અટકી છે નહીં તો આસપાસની દુકાનો બજારમાં આગ લાગી હોત.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!