સુખનાથ ચોકમાં હિન્દુ-મુસ્લીમ એકતા સમિતિ દ્વારા માસ્કનું વિતરણ – અધિકારીઓનું સન્માન

વૈશ્વિક મહામારી કોરોનાને લઈ લોકોના સ્વાસ્થ અને સુખાકારી માટે અનેક ગાઈડલાઈનો બહાર પાડી જાગૃત કરવામાં આવી રહેલ છે. ત્યારે આ અન્વયે પરસ્પર સંક્રમણ ના ફેલાય તે હેતુસર દરેક નાગરિકોએ મોઢા ઉપર માસ્ક પહેરવા ફરજિયાત છે. જે ધ્યાને લઈ હિન્દુ મુસ્લિમ એકતા સમિતિ દ્વારા પોલીસ અધિકારી પ્રદીપસિંહ જાડેજા અધ્યક્ષ સ્થાને એ ડિવઝનનાં નવ નિયુકત પી.આઇ. આર.જી.ચૌધરી, અગ્રણી બટુકભાઈ મકવાણા, જૂનાગઢનાં ધારાસભ્ય ભીખાભાઈ જોશીના પ્રતિનિધિ મનોજભાઈ જોશી, મુનાબાપુ, વહાબભાઈ કુરેશી, એડવોકેટ જિશાન હાલેપૌત્રા, અશ્વિનભાઈ મણિયાર સહિતનાં એ હાજર રહી ૨૦૦૦ માસ્કનું વિતરણ કરેલ આ ઉપરાંત હાલમાં ગુજરાતના ડી.જી.પી. શિવાનંદ ઝા દ્વારા શ્રેષ્ઠ કામગીરી બદલ પ્રશંસા પત્રના હકદાર બનેલ ડી.વાઈ.એસપી. પ્રદીપસિંહ જાડેજાનું શાલ ઓઢાડી બહુમાન કરવામાં આવ્યું હતું. તેમજ પી.આઇ. આર.જી.ચૌધરીનું પણ શાલ ઓઢાડી પુષ્પગુચ્છ આપી સન્માન કરવામાં આવેલ છે. આ ઉપરાંત સુખનાથ ચોક પોલીસ ચોકીના મહિલા પી.એસ.આઇ. ચાવડાનું પણ બહુમાન કરવામાં આવેલ હતું. આ કાર્યક્રમને સફળ બનાવવા નુરાભાઈ કુરેશી, કાસમભાઈ જૂનેજા, હનીફ ખાન પઠાણ સહિતના એ ભારે જહેમત ઉઠાવી હતી.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!