જૂનાગઢ પોલીસે પોકેટ કોપ એપ્લીકેશનના આધારે મુળ માલીકને સવા લાખ રૂપિયાની કિંમતનાં કેબલ ચેક કરવાનું મશીન પરત કરી સરાહનીય કામગીરી કરી છે.
આ અંગેની વિગત પ્રમાણે તા. ૨૪-૦૭-૨૦૨૦નાં રોજ હિતેષભાઇ ભીખુભાઇ ચાવડા (રહે. જૂનાગઢ )કે જેઓ ઇન્ટરનેટ સર્વીસ પ્રોવાઇડર કંપનીમાં એન્જીનીયર તરીકે ફરજ બજાવતા હોય, જે દરમ્યાન તેઓને ફાઇબર કેબલ કપાઇ જાય તો ચેક કરવાનું ર્ં્ડ્ઢઇ મશીન કે જેની અંદાજીત કિંમત ૧,૨૫,૦૦૦ જેટલી હોય, જે સક્કર બાગ પાસે પડી ગયેલ હોય અને તે હવે ભવિષ્યમાં મળવું મુશ્કેલ હોય, આ બાબતની જાણ એ ડીવીઝન પોલીસ સ્ટેશન ખાતે પીઆઇ આર.જી.ચૌધરીને કરતા, તેઓ દ્વારા જીલ્લાના કમાન્ડ એન્ડ કંટ્રોલ રૂમના પીએસઆઈ પી.એચ.મશરૂને જાણ કરતા કમાન્ડ એન્ડ કંટ્રોલ રૂમના સ્ટાફ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જૂનાગઢ જિલ્લા પોલીસ વડા સૌરભ સિંઘ દ્વારા જૂનાગઢ જિલ્લાના તમામ થાણાં અમલદારોને પ્રજા સાથે સોહાર્દપૂર્ણ વર્તન કરી, મદદરૂપ થવા તેમજ પોલીસ સ્ટેશને મદદ માટે આવતા લોકોને શક્ય તે મદદ કરી, પોલીસ પ્રજાનો મિત્ર છે એ સૂત્રને સાર્થક કરવા તમામ પ્રયત્નો કરવા ખાસ સૂચના કરવામાં આવેલ છે. જેના ભાગરૂપે જૂનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ એ ડીવીઝન પોલીસ સ્ટેશન ખાતે પીઆઇ આર.જી.ચોધરી તથા સ્ટાફના વિક્રમસિંહ જુંજીયા, દીનેશભાઇ જીલડીયા, જીલ્લાના કમાન્ડ એન્ડ કંટ્રોલ રૂમ ખાતેના પીએસઆઇ પી.એચ.મશરૂ, અનોપસિંહ ઝાલા સહિતની ટીમ દ્વારા જહેમત ઉઠાવી, બનાવ સમયના સીસીટીવી ફુટેજ આધારે તપાસ કરતા રીક્ષા બાબતે ઝીણવટ ભરી તપાસ કરતા, તે મશીન કોઇ રીક્ષા વાળાને રસ્તા ઉપર રેઢુ મળેલ હોય, તે રીક્ષાનો નંબર જીજે ૨૩ એકસ ૫૭૭૦ મળી આવેલ તેથી રિક્ષા નંબર આધારે પોકેટ કોપ એપ્લીકેશનમાં સર્ચ કરતા, રિક્ષા માલિક અજયભાઇ સુરેશભાઇ પરમાર નામ સરનામું શોધી કાઢવામાં આવેલ હતું. બીજી બાજુ રીક્ષાના માલિકને પોતાને મળેલ વસ્તુ પરત આપવા માટે શોધ ખોળ કરેલ પણ કોઈ મળી આવેલ ના હતું. રીક્ષા માલિક દ્વારા એ ડિવિઝન પોલીસનો સંપર્ક કરી, ર્ં્ડ્ઢઇ મૂળ માલિકને પરત કરેલ હતું. આમ, પોલીસ દ્વારા ર્ં્ડ્ઢઇ (કિંમત રૂા.૧,૨૫,૦૦૦/-) મશીન હિતેષભાઇ ભીખુભાઇ ચાવડાને સહી સલામત પહોંચાંડી દીધેલ છે. જૂનાગઢ જિલ્લા પોલીસ વડા સૌરભ સિંઘ દ્વારા પણ પ્રજા સાથે સવેદના પૂર્ણ કાર્યવાહી કરવા બદલ જીલ્લા કમાન્ડ એન્ડ કંટ્રોલ પોલીસ અને એ ડીવીઝન પોલીસ ટીમને અભિનંદન આપેલ હતા.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews