જૂનાગઢ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં આગામી તહેવારોની ઉજવણી અંગે લોકોમાં પણ ભારે દ્રીધા પ્રવર્તી રહી છે. એક તરફ લોકોનું મન તહેવારો ઉજવવા થનગની રહ્યું છે. તો બીજી તરફ કોરોનાની મહામારીનાં સંક્રમણકાળનાં ખતરા સામે તહેવારોને અગાઉનાં વર્ષોમાં જે રીતે ઉજવતાં તેવી રીતે હાઈફાઈ સિસ્ટમથી કે મેળાવડાં કરીને ઉજવી શકાય તેમ નથી. આરોગ્ય વિભાગની એવી સલાહ છે કે સિમિત લોકો વચ્ચે, પરિવારજનો વચ્ચે અને ઘરઆંગણે જ તહેવારો ઉજવવા જાેઈએ અને સૌની સલામતીને વધુ મજબુત બનાવવા અપીલ કરવામાં આવી છે. માર્ચ મહિનાથી કોરોનાએ સમગ્ર દેશમાં હાહાકાર મચાવેલ છે. પ્રત્યેક શહેરમાં કોરોનાનાં વધતાં-જતાં કેસો ચિંતા જન્માવે છે. જૂનાગઢ શહેરમાં પણ ૩૦ થી ૩પ કેસો દરરોજનાં આવે છે. આવા સંજાેગોમાં લોકોનાં આરોગ્ય ઉપર સતત જાેખમ રહેલું છે. શ્રાવણ માસનો પ્રારંભ થઈ ચુક્યો છે અને પ્રથમ સોમવાર સામાજીક અંતર સાથે શિવપૂજન અને શિવભક્તિ સાથે પૂર્ણ થયેલ છે. આગામી સોમવારે રક્ષાબંધનનું પર્વ આવી રહ્યું છે. આ પર્વની સાથે જ અન્ય પર્વ જેવાં કે બોરચોથ, નાગપંચમી, રાંધણછઠ્ઠ, શિતળાસાતમ, આઠમ (જન્માષ્ટમી) સહિતનાં શ્રાવણ માસનાં તહેવારો બાદ અધિક શ્રાવણ માસ, ગણપતિ ઉત્સવ, નવરાત્રી, દિપાવલી સહિતનાં તહેવારોની શ્રૃંખલા શરૂ થવાની છે ત્યારે અગાઉનાં વર્ષોમાં જે રીતે ઝાકઝમાળ ભર્યા અને મેળાવડાં તેમજ જન્માષ્ટમીનાં મેળા, કૃષ્ણ જન્મની ઝાંખી સાથે શોભાયાત્રા સહિતનાં કાર્યક્રમો યોજાતા હતા અને સમગ્ર સમાજમાં તહેવારોની ઉજવણીનો અનેરો આનંદ હતો. પરંતુ આ વર્ષે દરેક સમાજાેએ તહેવારોની ઉજવણી ખુબ જ સિમિત કરવી પડે તેવા સંજાેગો છે તેને ધ્યાનમાં રાખી અને લોકોએ પણ હવે મોટા ભપકા સાથે કે મોટા મેળાવડાં સાથે કે ધાર્મિક સ્થળોએ વધુ સંખ્યામાં ભીડ એકઠી થવી સહિતનાં દિવસોને ભુલી જવા પડશે. પોતાની અને સૌની સલામતી માટે હવે તહેવારોની ઉજવણી ઘર આંગણે જ કરવી પડશે અને તે માટે લોકોને પણ અપીલ કરવામાં આવી રહી છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews