નાની પીંડાખાઈ, ઝાલણસર, પસવાડા, આંત્રોલી, ચોરવાડ અને ખોરાસા ગામે જુગાર અંગે દરોડા

વિસાવદર પોલીસ સ્ટેશનનાં પોલીસ હેડ કોન્સ્ટેબલ વિમલભાઈ જેરામભાઈ અને સ્ટાફે ચોક્કસ બાતમીનાં આધારે નાની પીંડાખાઈ ગામની સીમમાં જુગાર અંગે દરોડો પાડતાં આ કામનાં આરોપી ધરમશીભાઈ જીવરાજભાઈની વાડીની ઓરડીમાં જુગાર રમતાં કુલ ૯ શખ્સોને જુગાર રમતાં કુલ રૂા.ર,૪૩,૪૮૦નાં મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતાં. તેમજ જૂનાગઢ તાલુકા પોલીસ સ્ટેશનનાં ડી.કે.ગઢવી અને સ્ટાફે ચોક્કસ બાતમીનાં આધારે ઝાલણસર ગામે જુગાર અંગે દરોડો પાડતાં જાહેરમાં જુગાર રમતાં કુલ ૭ શખ્સોને રૂા.૪૧૭૦નાં મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતાં. તેમજ અન્ય એક દરોડામાં ભેંસાણ પોલીસ સ્ટેશનનાં પોલીસ કોન્સ્ટેબલ રમેશભાઈ લખમણભાઈ અને સ્ટાફે ચોક્કસ બાતમીનાં આધારે પસવાડા ગામે જુગાર અંગે દરોડો પાડતાં જાહેરમાં જુગાર રમતાં ૮ શખ્સોને કુલ રૂા.૧પ૧૪૦નાં મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતાં. જયારે મેંદરડા પોલીસ સ્ટેશનનાં પોલીસ કોન્સ્ટેબલ વિક્રમભાઈ દેવાભાઈ અને સ્ટાફે ચોક્કસ બાતમીનાં આધારે હરીપુર ગામે જુગાર અંગે દરોડો પાડતાં જાહેરમાં જુગાર રમતાં ૮ શખ્સોને જુગાર રમતાં કુલ રૂા.૪૦૪૩૦નાં મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતાં. તેમજ શીલ પોલીસ સ્ટેશનનાં પોલીસ હેડ કોન્સ્ટેબલ કરશનભાઈ ભીમાભાઈ અને સ્ટાફે ચોક્કસ બાતમીનાં આધારે આંત્રોલી ગામે જુગાર અંગે દરોડો પાડતાં જાહેરમાં જુગાર રમતાં ૪ શખ્સોને કુલ રૂા.૭ર૦૦નાં મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતાં. જ્યારે ચોરવાડ પોલીસ સ્ટેશનનાં પોલીસ હેડ કોન્સ્ટેબલ પી.એસ.કરમટા અને સ્ટાફે ચોક્કસ બાતમીનાં આધારે ચોરવાડ બંદર નજીક જુગાર અંગે દરોડો પાડતાં પ શખ્સોને જુગાર રમતાં કુલ રૂા.પર૩૦નાં મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતાં અને અન્ય એક દરોડામાં ચોરવાડનાં એએસઆઈ ડીવી સોલકી અને સ્ટાફે ચોક્કસ બાતમીનાં આધારે ખોરાસા ગામે દરોડો પાડતાં ત્યાંથી ૪ શખ્સોને કુલ રૂા.રરપ૦નાં મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતાં.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!