પીજીવીસીએલને ખંખેરી નાખવાનું જબર કૌભાંડ

0

પીજીવીસીએલને ખંખેરી નાખવાનું એક કૌભાંડ આકાર પામ્યું છે અને તેની સનસની ખેજ વિગતો પ્રકાશમાં આવી છે. નિવૃત્ત અધિકારીને બમણો પગાર ચુકવી અને કૌંભાડ આચરવામાં આવ્યું હોવાનું બહાર આવેલ છે. કૌંભાડના પ્રકરણથી ભારે વિવાદમાં રહેલી રાજકોટની પીજીવીસીએલ કચેરીમાં લોલમલોલ ચાલી રહ્યું છે ત્યારે તાજેતરમાં રાજકોટ કોર્પોરેટ ઓફિસના હિસાબી અધિકારી અને અખિલ ગુજરાત વિદ્યુત કામદાર સંઘના જનરલ સેક્રેટરી મહેશ દેસાણી સહિત સાત કર્મચારીઓએ વિજબીલ કૌભાંડ કર્યાની શાહી સુકાઈ નથી ત્યાં પીજીવીસીએલના ફાયનાન્સીયલ જનરલ મેનેજર કે.એસ.મલ્કાંનએ કુંડાળા કરી નિવૃત્ત અધિકારીને ડબલ પગાર ચૂકવી દેતાં ખળભળાટ મચી જવા પામ્યો છે.
વધુમાં મળતી વિગત મુજબ, જામનગર પીજીવીસીએલ કચેરીમાં ફરજ બજાવતાં અને તાજેતરમાં જ નિવૃત્ત થયેલા એક અધિકારીને બોનસ રૂપે રાતોરાત પગાર બમણો કરી દેવાનું કારસ્તાન રાજકોટની વડી કચેરીના ફાઈનાન્સ વિભાગના જનરલ મેનેજર કે.એસ.મલકાને કરી નાંખતા કર્મચારીગણમાં ભારે ગણગણાટ ફેલાયો હતો. અચાનક જ એક કર્મચારીનો પગાર ડબલ કરી દેવાતા આ ચર્ચાનો વિષય બન્યો હતો. પીજીવીસીએલને કંગાળ કરવાનું વ્યવસ્થિત કારસ્તાન ચાલી રહ્યું છે. ફાઈનાન્સ વિભાગના જનરલ મેનેજર કે.એસ.મલકાન અને એચ.આર.ડીપાર્ટમેન્ટના વડા કટારાની બેલડીએ વિજકંપનીના ઈમાનદાર અને પ્રામાણિક કર્મચારીઓ સાથે દગાખોરી કરી મળતીયા અને કામચોર કર્મચારીઓને ખટવવાનું ષડયંત્ર રચ્યું છે. તેમાં કેટલાક કૌભાંડી કર્મચારીઓનો સમાવેશ થાય છે. જે કર્મચારી સામે ખાતાકીય તપાસ ચાલતી હોય તેવા કર્મચારીઓને બઢતી આપી પગાર-ભથ્થા વધારી પીજીવીસીએલ ઉપર લાખો રૂપિયાનું ભારણ નાંખવામાં આવ્યું છે. જામનગરની વિજકચેરીમાં ફરજ બજાવતાં અધિકારીનો રાતોરાત પગાર ડબલ કરી દેવામાં આવ્યો હતો. આ બનાવની જાણ અન્ય કર્મચારીઓને થતાં તેઓમાં તિવ્ર આક્રોશ ફેલાયો હતો. દરમ્યાન આવા કારસ્તાનની લેખિત અરજી થતાં તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે. એટલું જ નહિં, આ બાબતની ફરિયાદ ઈન્કમ ટેક્ષ વિભાગને કરવામાં આવતાં આઈ.ટી. વિભાગે પણ તપાસમાં ઝંપલાવ્યું છે અને કૌભાંડનો રેલો ઉચ્ચ અધિકારીઓને આવતા જુની ફાઈલો કાઢી રીકવરી કરવા કવાયત હાથ ધરવામાં આવી છે. મામલો ઈન્કમટેક્ષ સુધી પહોંચતા રાજકોટ પીજીવીસીએલ કચેરીના પણ ઉચ્ચ અધિકારીમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે. ઈન્કમટેક્ષ વિભાગ દ્વારા ખાનગીરાહે તપાસ હાથ ધરવામાં આવી છે. ઈન્કમટેક્ષની તપાસ શરૂ થયાના સમાચાર મળતાં ફાઈનાન્સ વિભાગ દ્વારા કરવામાં આવેલા કુંડાળાના આધાર પૂરાવાને રફે-દફે કરવા અધિકારીઓ કામે લાગી ગયા છે. જામનગર પીજીવીસીએલના નિવૃત્ત અધિકારીનેે ફરજ દરમ્યાન પગાર તેમજ અન્ય ભથ્થાની લાખો રૂપિયાનું બોનસ રૂપે રકમ ચૂકવાઈ છે. આવી અરજી ઈન્કમટેક્ષ અને જામનગરની વિજકચેરીને અરજી મળી હતી. આવી ફરિયાદના પગલે જામનગર વિજકચેરી દ્વારા ફાઈનાન્સ વિભાગ પાસેથી આધાર-પૂરાવા માંગવામાં આવ્યા છે. એટલું જ નહિં, અરજીની એક નકલ રાજકોટ વડી કચેરીને પણ મોકલવામાં આવી છે. નિવૃત્ત અધિકારીને રાજકોટ વડી કચેરી દ્વારા ચુકવવામાં આવેલ લાખો રૂપિયાનો પગાર કેવી રીતે ચુકવી દેવામાં આવ્યો તે તપાસનો વિષય છે. સામાન્ય રીતે ફાઈનાન્સ વિભાગ દ્વારા કર્મચારીઓ દ્વારા પગાર-ભથ્થાનો હિસાબ-કિતાબ કરીને દરમહિને ચુકવણું કરવામાં આવતું હોય છે. ‘કીંન્તુ’ની કૃપાથી વ્યવસ્થીત ષડયંત્ર કરી માત્ર એક જ કર્મચારીનો પગાર રાતોરાત ડબલ કરી દેવામાં આવ્યો છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!