દેશમાં નવી શિક્ષણ નીતિ લાગુ થવા જઈ રહી છે. વડાપ્રધાન મોદીની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટ બેઠકમાં નવી શિક્ષણ નીતિને પરવાનગી મળી ગઈ છે. મંત્રાલયના અધિકારીઓએ તેની માહિતી આપી છે. નવી શિક્ષણ નીતિમાં ઘરેલું ને સ્થાનિક ભાષા ઉપર ભાર આપવામાં આવ્યો છે. સરકારનો ભાર હાયર એજયુકેશન રજિસ્ટ્રેશન ગુણાક ર૦૩પ સુધી પ૦ ટકા સુધી લઈ જવાનો છે. નવી શિક્ષણ નીતિમાં સ્કૂલ શિક્ષણથી લઈને ઉચ્ચશિક્ષણ સુધી કેટલાક મોટા પરિવર્તન કરવામાં આવ્યા છે. આ છે નવું પરિવર્તન નવી શિક્ષણ નીતિમાં આ જણાવવામાં આવ્યું છે કે, ચાર વર્ષીય સમન્વીત બીએડ ડીગ્રી ર૦૩૦થી શિક્ષણ કાર્ય માટે લઘુત્તમ હશે. નિમ્ન સ્તરની શિક્ષણ સંસ્થાઓની વિરૂદ્ધ કડક કાર્યવાહી થશે. વર્ષ ર૦રર સુધી રાષ્ટ્રીય શિક્ષક શિક્ષણ પરિષદ (એનસીટીઈ) શિક્ષકો માટે એક સંયુકત રાષ્ટ્રીય વ્યવસાયી માપદંડ તૈયાર કરશે. તે માટે એનસીઈઆરટી, એસીઈઆરટી, શિક્ષકો અને તમામ ક્ષેત્રોના નિષ્ણાત સંગઠનોની સાથે ચર્ચા પણ કરવામાં આવશે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews