અનોખો શોખ : રૂા.૯૦૦૦નું ચાંદીનું માસ્ક

0

પાંચ-દસ રૂપિયાને બદલે ? રૂા. ૯,૦૦૦નું માસ્ક ! કોણ લે ? જાે કે, શોખ એ શોખ છે. શોખપૂર્ણ કરવામાં તો અમીર હોય કે ગરીબ તે પોતાનો શોખપુરો કરતા હોય છે. આવી જ એક બાબત સાબરકાંઠાના પ્રાંતિજ ખાતે જાણવા મળી છે. એક જ્વેલર્સે પોતાના શોખ ખાતર કે કંઈક નવું કરવાની ખેવનાને લઈને ચાંદીનું માસ્ક બનાવડાવ્યું છે અને તેને પહેરે પણ છે. હાલ કોરોનાની મહામારી ચાલી રહી છે. જે હજુ હાલ પીછો છોડે તેમ જણાતુ નથી.સરકારે પણ કોરોના વાયરસને લઈને કેટલાક કડક નિયમો બનાવ્યા છે તેમાં ખાસ કરીને માસ્ક પહેરવું ફરજિયાત કર્યુ છે. ત્યારે પ્રાંતિજ નવાબજારમાં આવેલ શ્રીજી જવેલર્સના માલિક ભૂવનેશભાઇ ઉર્ફે અકુભાઇ ચોક્સીએ પોતાની સુખાકારી તથા શોખને પોષવા ચાંદીનું સ્પેશ્યલ એન-૯૫ જેવુ માસ્ક બનાવેલ છે. ચાંદીના આ માસ્કનું વજન ૧૨૫ ગ્રામ છે. તેની કિંમત રૂપિયા-૯૦૦૦ની આસપાસ થાય છે. આ માસ્કની ખાસિયત એ પણ છે કે, તે વોશેબલ છે. તેને સેનિટાઇઝ પણ કરી શકાય છે. આમ, પોેતે કોરોના વાયરસના સંક્રમણથી પણ બચવા માટે આ જ માસ્કનો ઉપયોગ કરે છે અને પોતાનો શોખ પણ સાથે સાથે પૂર્ણ કરે છે અને સરકાર દ્વારા માસ્ક ફરજિયાત પહેરવાની સૂચનાનું પણ ચુસ્ત પાલન કરે છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!