તા.૧લી ઓગસ્ટથી બધી ગેસ બૂકિંગ અને થર્ડ પાર્ટીના મોબાઈલ ઉપરથી રિફિલ બૂકિંગ અને ડિલિવરી થનાર ન હોવાનું જાણવા મળે છે. સૂત્રોના જણાવ્યા મુજબ માત્ર રજિસ્ટર્ડ મોબાઈલ ફોનથી જ ગેસ રિફિલ બૂકિંગ થઈ શકશે. આટલું જ નહિ પરંતુ રિફિલ બૂકિંગ માત્ર એસડીએમએસમાં અપડેટ હશે તેવા ગ્રાહકોને જ આપવામાં આવનાર છે. ગેસ રિફિલ બૂકિંગ બાદ ગ્રાહકના મોબાઈલ ફોનમાં આવતો ડીએસસી કોડ તેમને ડિલિવરી મેનને આપવાનો રહેશે તો જ તેમણે ગેસના સિલિન્ડરની ડિલિવરી મળી શકશે. આ ઉપરાંત પહેલી ઓગસ્ટથી બધી મેન્યુઅલ બૂકિંગ અને થર્ડ પાર્ટીના મોબાઈલ ઉપરથી થતી બૂકિંગ સરકારના આદેશાનુસાર બંધ કરી દેવામાં આવ્યાનું પણ જાણવા મળે છે. આવા ગરીબ લોકોની હાલત સરકારના આ નિર્ણયના કારણે અત્યંત દયાજનક બની રહે તો નવાઈ નહી.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews