બાર એસોશીએશન ઓફ ઈન્ડીયાની ગર્વનીંગ કાઉન્સીલમાં હરીશ દેશાઈની ગુજરાતના પ્રતિનિધિ તરીકે બીન હરીફ વરણી

0

જૂનાગઢ વરીષ્ઠ એડવોકેટ હરીશભાઈ દેશાઈ કે જેઓ બાર એસોશીએશન ઓફ ઈન્ડીયા ન્યુ દિલ્હીના આજીવન સભ્ય છે અને આ વર્ષની ગર્વનીંગ કાઉન્શીલની ચુંટણીમાં ગુજરાતના પ્રતિનિધિ તરીકે તેઓએ ઉમેદવારી પત્રક ભરતા ગુજરાતના બાર કાઉન્સીલ એસોશીએશનના સભ્યોએ હરીશભાઈ દેશાઈને બીનહરીફ ચુટી કાઢી અને ગુજરાતના પ્રતિનિધિ તરીકે મોકલેલા છે. આ ઓલ ઈન્ડીયા બાર એસોસીએશન રાષ્ટ્ર કક્ષાની વકીલોની સંસ્થા છે. જેમાં મુખ્યત્વે પ્રમુખ વગેરે હોદ્દેદારો સુપ્રિમ કોર્ટના વરીષ્ઠ વકીલો છે અને રાષ્ટ્ર કક્ષાએ ભારતના દરેક રાજ્યના વકીલોનું પ્રતિનિધિત્વ ધરાવતી આ પ્રતિષ્ઠીત સંસ્થાની ગર્વનીંગ કાઉન્શીલમાં જવાનું માન જૂનાગઢ અગ્રણી વકીલ શ્રીહરીશભાઈ દેશાઈને મળ્યું છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!